GSTV
Home » News » પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની હાજરીમાં બન્ને દેશો વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર

પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની હાજરીમાં બન્ને દેશો વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર

પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા અને વડપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મહત્વની મુલાકાત યોજાઇ. જે બાદ બંને નેતાઓની હાજરીમાં ભારત અને પોર્ટુગીઝ વચ્ચે ઘણા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વડાપ્રધાન મોદી અને માર્સેલો રેબેલો વચ્ચે વેપાર અને રોકાણ સહિત ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો ગાઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ.

પીએમ મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીતમાં વેપાર, રોકાણ અને શિક્ષણના ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સંબંધના મુદ્દાઓને આવરી લેવાયા. સોસા એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધમંડળ સાથે પીએમને મળવા પહોંચ્યા હતા. એ પહેલા સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્સેલો રેબેલો ડી સોસાએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોર્ટુગલના રાષ્ટ્રપતિ તેમની ભારત યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવા પણ જશે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!