ચોમાસા પહેલા આવેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય વરસાદમાં જ ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે. અડધો ઇંચ વરસાદમા જ અમદાવાદના રોડ રસ્તા બેસવાની ઘટના બની છે. સાઉથ બોપલના સોબો સેન્ટર ચાર રસ્તા પાસે ભુવામાં સવારે મીની બસ ફસાઈ હતી.
વરસાદ થતા જ બેસી ગયો રસ્તો

ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ ચાલતું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જો કે લોકોએ અવરજવર માટે જાતે જ રસ્તો ખોલી નાખ્યો હતો. જેથી વાહનોની ભારે અવરજવરના પગલે રસ્તો વરસાદ થતા જ બેસી ગયો હતો અને ભુવો પડ્યો હતો.
રાજ્યભરમાં થઈ મેઘરાજાની પધરામણી
અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આ વરસાદ બાદ લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઉપરાંત ભીની માટીની સુગંધ પણ માણી હતી. જોકે, આ વરસાદ હજુ ચોમાસા પૂર્વેનો છે. ચોમાસાનો વિધિવત્ પ્રારંભ અષાઢી બીજની આસપાસ જ થાય તેવી સંભાવના છે.
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. મોડાસમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો તો ભિલોડા અને મેઘરજમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડભોઈ
ડભોઈમાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા તો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
બોડેલી અને સંખેડા
તો આ તરફ બોડેલી અને સંખેડામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના કારણે બોડેલીના કેટલાક વિસ્તારમાં વિજળી ગુલ થઈ હતી. ત્યારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
જુનાગઢ
જુનાગઢ માળીયા હાટીના તાલુકામાં તેમજ આસપાસના વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. તો કેટલાક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા.
દાહોદ
તો આ તરફ દાહોદ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સીંગવડ તાલુકામા ધોધમાર વરસાદ થયો. દેવગઢબારીયા, સંજેલી, લીમડીમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. જેના લીધે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી હતી.
રાજકોટ
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આખા દિવસના બફારા બાદ રાત્રે અચાનક વરસાદ થયો હતો. ધીમીધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધીમીધારે વરસાદ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો તો રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયું હતું. ધોધમાર વરસાદ થતા ગરમીમાં લોકોને રાહત મળતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી.
હળવદ
તો આ તરફ હળવદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. જેથી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
Read Also
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો
- IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ થશે શરૂ
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા