GSTV

હવે સીમ કાર્ડની જેમ Set Top Boxમાં પણ કરો પોર્ટેબિલિટી, આ રીતે બદલી શકાશે કેબલ ઓપરેટર

Set Top Box

Last Updated on April 11, 2020 by Arohi

અત્યાર સુધી તમે સિમની પોર્ટેબિલિટી વિશે સાંભળ્યું હશે પરંતુ હવે ટૂંક સમયમાં જ સેટઅપ બોક્સ (Set Top Box) માટે પણ આ નિયમ આવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ તમે સેટ ટોપ બોક્સ બદલ્યા વગર પોતાના કેબલ અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર (DTH service provider)ને સરળતાથી બદલી શકો છે. ટેલીકોમ રેગુલેટરી ઓથેરિટી ઓફ ઈન્ડિયા ટ્રાય (TRAI)ના સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટી (set top box portability) પર પોતાની અરજી જાહેર કરી ટ્રાયે નવા સેટ ટોપ બોક્સ સંપૂર્ણ રીતે પોર્ટેબલ બનાવવાની ભલામણ કરી છે.

નવા સેટ ટોપ બોક્સ સંપૂર્ણ રીતે પોર્ટેબલ હશે

TRAIએ સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટી પર ભલામણો સુચના અને પ્રસારણ મંત્રાલયને સોંપી છે. ટ્રાયના જણાવ્યા અનુસાર નવા સેટ ટોપ બોક્સ સંપૂર્ણ રીતે પોર્ટેબલ હશે. એટલે કે એક કેબલ ટીવી સર્વિસ પ્રોવાઈડરથી બીજા કેબલ ટીવી સર્વિસ પ્રોવાઈડરમાં પ્રોર્ટેબિલિટી સંભવ રહેશે.

Set Top Box

સેટ ટોપ બોક્સને સંપૂર્ણ રીતે પોર્ટેબલ બનાવવા માટે ઓપરેટર્સને નવા સ્ટાન્ડર્ડ્સ અપનાવવા માટે 6 મહિના સુધીને સમય મળશે. ટ્રાયની ભલામણ બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે લાયસંન્સની શરતોમાં પોર્ટેબિલિટીની શરતો જોડશે. જાણકારી અનુસાર સૂચના પ્રસારણ મંત્રાલય આઈટી મંત્રાલય ટ્રાય અને બીઆઈએસની કમીટી સ્ટેન્ડર્ડ બનાવવાનું કામ જોશે.

DTH નું KYC

ટેલિકોમ રેગુલેટરી અથોરિટી ઓફ ઈન્ડિયાએ અમુક સમય પહેલા ટીવી જોનાર માટે KYCનો નિયમ લાગુ કર્યો હતો. TRAI એ DTH સબ્સક્રાઈબર્સ માટે કેવાયસી કરવું ફરજીયાત છે. તે સમયે ટ્રાયે દેશના દરેક ડીટીએચ ઓપરેટર્સને કહ્યું હતું કે તેમના માટે હવે પોતાના સબ્સક્રાઈબર્સનું કેવાયસી જરૂરી છે.

Read Also

Related posts

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari

નિષ્ણાતોની સલાહ: જીન્સને મહિનામાં એક વખત અને બ્રાને અઠવાડીયામાં એક વખત ધોવો, વોશિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!