GSTV

મોબાઈલ પોર્ટીબ્લીટી થઈ સરળ: ફક્ત 1 રૂપિયામાં ઘરે બેસીને પોર્ટ કરો પોતાનો મોબાઈલ નંબર, જાણો નવા નિયમની સમગ્ર માહિતી

Last Updated on September 20, 2021 by pratik shah

કેન્દ્ર સરકારે હાલમાંજ મોબાઈલ વપરાશ કર્તાઓ માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. જેમાં મોદી સરકારની તરફથી મોબાઈલ કનેક્શન લેવા અથવા ફરીથી તેને પ્રી-પેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રી-પેડમાં બદલવાની પ્રોસેસને ઘણું સામાન્ય કરવામાં આવ્યું છે. એટલુંજ નહીં હવે તમારે તમારો પોતાનો નંબર પોસ્ટ-પેડથી પ્રી-પેડમાં બદલવા માટે બહાર જવાની જરૂર નહીં પડે. હવે તમે ઘરે બેઠાજ ઓનલાઈન KYCના સંપૂર્ણ કાર્ય કરી શકશો. હવે તમારે કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.

સિમ

ઘરે બેઠા થશે KYC

કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધું છે કે મોબાઈલ યુઝર્સ ઘરે બેસીને ઓનલાઈન રીતે KYCને ભરી શકશે. આ સમગ્ર કામ એપ દ્વારા થશે. તેના માટે ફક્ત એક રૂપિયો ચાર્જ આપવો પડશે. જ્યારે પ્રી-પેડથી પોસ્ટ પેડ અને પોસ્ટ-પેડથી પ્રી-પેડમાં બદલવા માટે નવા KYCની પણ જરૂરીયાત નહીં રહે. એટલે કે વાંરવાર KYCની પ્રોસેસ કવી નહીં પડે.

લાંબા પ્રોસેસમાંથી મળશે છુટકારો

સરકારે આ નિર્ણયને ગ્રાહકોને તેની લાંબી પ્રોસેસથી રાહત મળશે, જેમાં નવા ફોર્મ ભરીને લઈને પોર્ટ કરવા પર દર વખતે ડોક્યુમેન્ટના રીતે આધારકાર્ડ સહિત ઘણા કાગળીયા એટલે કે દસ્તાવેજો સાથે ફોટો અને સહીની જરૂરીયાત હતી. ત્યાર પછી ટેલીકોમ કંપનીઓની તરફથી ડીજીટલ KYC પ્રોસેસ કરવામાં આવતું હતું. આ દરમ્યાન ઘણી વખત ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જતા હતા, અને પછી KYC માટે કંપનીઓ ગ્રાહકો પાસેથી ફરીથી દસ્તાવેજો મંગાવતા હતા. હવે આ સમગ્ર કામ ઘરે બેસીને જ થશે.

READ ALSO

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!