સિંગર ચિન્માઈ શ્રીપદાએ તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે તેને ઈન્સ્ટાગ્રામ પર કોઈએ તેના ગુપ્તાંગનો ફોટો મોકલ્યો હતો. જ્યારે તેણે તેની જાણ કરી, ત્યારે ઇન્સ્ટાએ તેનું પોતાનું એકાઉન્ટ બ્લોક કરી દીધું. સેલિબ્રિટી સાથે થયુ તેથી, આ વાત લોકોની સામે આવી. જોકે, દરેક દિવસે લોકો સોશિયલ મીડિયા પર આ પ્રકારના ફોટો અને વીડિયો મોકલે છે.
આવી સ્થિતિમાં યુઝર્સે તેનાથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ? અમે તમને કેટલીક એવી પદ્ધતિઓ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે સોશિયલ મીડિયા પર જોવા મળતી અશ્લીલ સામગ્રીથી બચી શકશો.

જો તમને અશ્લીલ સામગ્રી મળે તો શું કરવું
ચાલો તેને Instagram ના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. જો કોઈ તમને અશ્લીલ સામગ્રી મોકલી રહ્યું છે, તો સૌથી પહેલા તેને રિપોર્ટ કરો. રિપોર્ટ કર્યા બાદ તમારે પુરાવાની જરૂર પડી શકે છે, તેથી તેને ડિલીટ કરવાની બદલે તેને સેવ કરી લો. તમે તમારી ઓળખ છુપાવીને પણ અશ્લીલ વીડિયો તેમજ ફોટોને રિપોર્ટ કરી શકો છો. ફક્ત તસવીર અને વીડિયો જ નહીં પણ કોઈ અકાઉન્ટ તરફથી ધમકી મળવા પર પણ તમે તેને રિપોર્ટ કરી શકો છો.
હેલ્પ માંગો
તમે સાયબર સિવિલ રાઇટ્સ, વિધાઉટ માય કન્સેંટ અને લવ ઈઝ રિસ્પેક્ટ એવા ત્રણ સંગઠન છે જે ઈન્ટરનેટના અલગ-અલગ ઉત્પીડન જેલી રહેલા લોકોને જાગૃત કરે છે અને સલાહ આપે છે. આ સિવાય તમે પોલિસ તેમજ વકીલની મદદ પણ લઈ શકો છો. યાદ રાખો કે કાયદાકિય કાર્યવાહી માટે તમારે પુરાવા સ્વરૂપે તે અશ્લીલ સામગ્રીના સ્ક્રીનશોટ પોતાની પાસે રાખવા પડશે. વકીલ તમારી આ મુદ્દે પુરાવા એકત્રિત કરવા તેમજ એન્ટી-સ્ટોકિંગ ઓર્ડર અપાવવામાં તમારી મદદ કરી શકે છે.

સોશિયલ મીડિયા પર આ વસ્તુઓથી દૂર રહો
પોતાની પ્રોફાઈલ લોક રાખો અને અજાણ્યા નંબરથી આવતા વીડિયો કોલને અટેન્ડ ના કરો, સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલી ખાનગી જાણકારી અથવા સિલેક્ટેડ મિત્રો વચ્ચે પ્રાઈવેટ રાખો. અજાણ્યા લોકો સાથે ચેટિંગ કરવાનું ટાળો. ફ્રેન્ડ લિસ્ટમાં એને જ જોડો જેને તમે સારી રીતે ઓળખો છો. સૌથી જરૂરી વાત એ છે કે, ફક્ત તે જ વેબસાઈટ ઉપર જાવ જેના યુઆરએલની પહેલા લોકનું આઈકન જોવા મળે. તેના સિવાય કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેની પ્રોફાઈલ ચેક કરી લો.
READ ALSO:
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો