GSTV

ગંદી ફિલ્મો જોવાનો શોખ હોય તો અત્યારથી જ કરી દેજો બંધ: પર્સનલ ડેટા અને ખાતાઓ થઈ જશે સાફ, 20 લાખ લોકો છેતરાયા

એક પ્રખ્યાત પોર્ન વેબસાઈટના યૂઝર્સનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટામાં યૂઝર્સના નામ અને ઈમેલ જેવી ખાનગી જાણકારીઓ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, હેકર્સ ડેટાનો વપરાશ સાયબર અટેક અથવા ફરી યૂઝર્સને બ્લેકમેલ કરવા માટે કરી શેકે છે.

20 લાખ યૂઝર્સની જાણકારી સામેલ

માહિતી પ્રમાણે, MyFreeCams નામની એક પોર્ન વેબસાઈટનો ડેટા લીક થઈ ગયો છે. લીક ડેટામાં લગભગ 20 લાખ યૂઝર્સની જાણકારી સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, લીક થયેલ ડેટામાં યૂઝર્સની ઈમેલ આઈડી, એડ્રેસ, યૂઝરનેમ અને પાસવર્ડ જેવી વસ્તુ છે અને આ જાણકારી બ્લેક માર્કેટમાં વેંચવામાં આવી રહી છે.

ડેટાને બદલે બિટકોઈન

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યૂઝર ડેટાબેસને એક હેકર્સના એક પ્રખ્યાત ફોરમ પર વેચવામાં આવી રહ્યું છે અને ડેટાના બદલામાં બિટકોઈનની માગ કરવામાં આવી રહી છે. 10 હજાર યૂઝર્સના ડેટાના બદલે 1500 ડોલર બિટકોઈન તરીકે લેવામાં આવી રહ્યા છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે, 10 હજાર યૂઝર્સ ડેટાને ખરીદી ઓછામાં ઓછા 10 હજાર ડોલર કમાઈ શકાય છે.

ડેટા લીકના સમાચાર બાદ પોર્ન વેબસાઈટે ખુદ એ વાતની પુષ્ટી કરી હતી અને કહ્યું છે કે, તેમને યૂઝર્સને સૂચના આપ્યા બાદ પાસવર્ડ રીસેટ કરી દીધો છે.

ઈન્ફર્મેશન પ્લેન ટેક્સ્ટ તરીકે લખેલી

ચોરી કરવામાં આવેલ એક ડેટાનું સેમ્પલ જોવા પર જાણવા મળ્યું છે કે, તેનાથી યૂઝરનેમ, ઈમેલ એડ્રેસ, MyFreeCams ટોકન બેલેન્સ અને પાસવર્ડ ઈન્ફર્મેશન પ્લેન ટેક્સ્ટ તરીકે લખેલી છે. જણાવી દઈએ કે, MyFreeCams એક પ્રખ્યાત પોર્ન વેબસાઈટ છે. જેની નજીક 70 મિલિયન (7 કરોડ) મંથલી વિઝિટર છે. પ્રખ્યાત એડલ્ટ સાઈટના કેસમાં આ 27માં પદ પર છે. જો તમે પણ MyFreeCams યૂઝર છો તો શ્રેષ્ઠ હશે કે, જલ્દીથી જલ્દી પોતાનો પાસવર્ડ બદલી લો.

ટોકન બેલેન્સ પણ ખત્મ કરી શકે

ધ્યાન આપનારી વાત છે કે, હેકર્સ ઘણી રીતે ચોરવામાં આવેલી જાણકારીનો વપરાશ કરી શકે છે. હેકર્સ યૂઝર્સનું MyFreeCams ટોકન બેલેન્સ પણ ખત્મ કરી શકે છે. તે સિવાય યૂઝર્સને બની શકે છે કે, બ્લેકમેલ કરવામાં આવનાર ઈમેલ આવે, જેમાં તેમને એ વાતની જાણકારીને પરિવાર અને મિત્રોની સાથે શેર કરવાની ધમકી મળે. તો ઈમેલ એડ્રેસને ફિશિંગ અને સ્પેમ માટે પણ વપરાશ કરી શકાય છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!