GSTV
Home » News » પોર્ન સાઈટ જોનારાના થયા આ હાલ, ક્યાંક તમે તો નથીને આ લિસ્ટમાં

પોર્ન સાઈટ જોનારાના થયા આ હાલ, ક્યાંક તમે તો નથીને આ લિસ્ટમાં

ડેટા લીકને લઈ અવારનવાર સમાચાર આવ્યા જ કરે છે. હવે એક પોર્ન સાઈટે યુઝર્સનો ડેટા લીક કર્યો છે. રિપોર્ટ મુજબ એક વેબસાઈટે એક લાખ યુઝર્સનો ડેટા શેર કર્યો છે. આ એક એવી સાઈટ છે, જે યુઝર્સને તેની ઓળખ છુપાવીને તેના પોર્ન ફોટોઝ અને એનિમેશન અપલોડ કરવાનો ઓપ્શન આપે છે.

vpnMentorના રિસર્ચર્સે આ ખામીની જાણકારી મેળવી છે. આ લીકને લઈ vpnMentorએ કહ્યું કે કંઈક ગડબડના કારણે લીક થયેલા ડેટામાં યુઝર્સના ઈ-મેલ, તેનું જેન્ડર અને તે કયા દેશનો છે, તેની સાથે જોડાયેલી બધી માહિતી સામેલ છે. કેટલાક ઈ-મેલ આઈડીમાં તો યુઝર્સના નામ સુધી રિવીલ થયા છે.

રિપોર્ટમાં બતાવામાં આવ્યું કે યુઝર્સનો ડેટા અનસિક્યોર્ડ અને અનએનક્રિપ્ટેડ ફોરમેટમાં હોવાના કારણે સાઈટ પર તેની કોમેન્ટ્સ, લાઈક્સ, અપલોડ્સ અને બ્લોગ પોસ્ટ જેવી એક્ટિવિટી પણ સરળતાથી એક્સેસ કરવામાં આવે છે. vpnMentor કહ્યું કે આ જાણકારી સાઈટ યુઝર્સ માટે એક સિક્યોરિટી રિસ્ક બની શકે છે.

ફર્મ કહે છે કે યુઝર્સના ઈ-મેલ અને દેશ જાણ્યા પછી તેને ફિશિંગ, ડોક્સિંગ અથવા વસૂલી જેવા સ્કેમ્સનો શિકાર બનાવવામાં આવે છે. એ ઉપરાંત એક્ટિવિટીની મદદથી તેને હેરાન કરવામાં આવે છે, કેમકે થર્ડ પાર્ટી તપાસ કરી શકે છે કે યુઝર કયા પ્રકારનું કંટેન્ટ લાઈક અથવા અપલોડ કરી શકે છે.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!