GSTV
Home » News » પોર્ન વીડિયોની બીક બતાવી આમ લાખો વસૂલી રહ્યા છે જાળબાજો, જો જો તમે ન ફસાઈ જાઓ ક્યાંક!

પોર્ન વીડિયોની બીક બતાવી આમ લાખો વસૂલી રહ્યા છે જાળબાજો, જો જો તમે ન ફસાઈ જાઓ ક્યાંક!

ઓનલાઈન સ્કેમના સમાચાર તો વારંવાર જોવા મળતા હોય છે અને તેની સાથે સંકળાયેલ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં જ જોવા મળી છે. લોકોને સ્કેમ સાથે જોડાયેલ મેલ મોકલવામાં આવે છે. મેલમાં તેમને બ્લેકમેલ કરીને મસમોટી રકમ માંગવામાં આવે છે. આ ઘટના આયરલેન્ડની છે, જ્યાં લોકોને મેલ મોકલનાર જાળબાજો દાવો કરે છે કે, તેમની પાસે તમારું રેકોર્ડિંગ છે, જેમાં તેમને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવા મળી છે.

આ વીડિયોઝ લીક ન કરવાના બદલામાં યૂઝર્સ પાસેથી 5000 યૂરો (લગભગ 4 લાખ રૂપિયા) રૂપિયાની રકમ માંગવામાં આવી છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે, યૂઝર્સ આ રકમ બિટકૉઈન્સની મદદથી ચૂકવે, નહીંતર આ વીડિયો પબ્લિકમાં લીક કરી દેવામાં આવશે.

આ ઘટના ક્લાસિક ઈ-મેલ સેક્સટૉર્શનનો લાગી રહ્યો છે. જેમાં સ્પેમર સામેવાળી વ્યક્તિને વિશ્વાસ અપાવે છે કે, એડલ્ટ કંટેન્ટ જોતો તેનો વીડિયો સ્પેમર પાસે છે. લીક ન કરવાના બદલામાં તે પીડિત વ્યક્તિ પાસેથી મસમોટી રકમ માંગે છે.

આવી ઘણી બાબતોમાં મોકલેલ ઈ-મેલમાં વિક્ટિમના પાસવર્ડ્સ અને યૂઝરનેમ જેવી ઓથેન્ટિક માહિતી પણ હોય છે. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી અટેકર તેની વાતનો વિશ્વાસ અપાવી શકે અને પીડિત ડરમાં પૈસા આપી દે.

કેવી રીતે બચી શકો છો તમે..??
આ પ્રકારના ઈ-મેલ બહુ ફટાફટ ફેલાઈ રહ્યા છે. જો તમને પણ કોઈ આવો મેલ મોકલે તો તેના પર વિશ્વાસ ન કરો. યૂઝર્સ આવા મેલને સ્પેમ માર્ક પણ કરી શકે છે. ઘણીવાર અટેક મેલમાં અટેચમેન્ટ પણ મોકલવામાં આવે છે, જેમાં એવો દાવો કરવામાં આવે છે કે, આ પીડિતનો પ્રાઈવેટ વીડિયો છે. પરંતુ અમારી સલાહ એ છે કે, આવી કોઈપણ અટેચમેન્ટ ફાઈલને ખોલવી નહીં કે ડાઉનલોડ ન કરવી. આવી ફાઇલથી વાયરસ કે સ્પાઈવેયરનો ખતરો પણ પરે છે, જેનાથી તમારા લેપટોપ કે કંપ્યૂટરના કેમેરાને હેક કરી શકાય છે.

Related posts

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva

થરાદ અને ખેરાલુમાં સવારમાં ધીમા મતદાન બાદ બપોરે લાઈનો લાગી, એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!