GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પુલેલા ગોપીચંદની હાજરીમાં 700 લોકો બેડમિન્ટનનું ઓનલાઈન કોચિંગ લઈ રહ્યા હતા અને પોર્ન તસવીરો દેખાવા લાગી

દેશના દિગ્ગજ બેડમિન્ટન કોચોની સાથે એક ઓનલાઈન કોચિંગ ચાલી રહ્યું હતું. આ સમયે લાઈવ મીટીંગ એપ પર અચાનક પોર્નની તસવીરો દેખાવા લાગતા શીખનારા અસંમજસમાં મુકાયા હતા અને ટ્રેનિંગના સત્રને અધવચ્ચે જ રોકી દેવાની નોબત આવી ગઈ હતી. કોચોની આ મીટીંગમાં રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદ, ઈન્ડોનેશિયાના કોચ અગુસ દ્વવી સાંતાસો અને નમરીહ સુરોતો સહિતના 700 ખેલાડીઓ સામેલ હતા. બપોરે એક વાગ્યાની આસપાસ 12.40 કલાકે ઓનલાઈન મીટીંગમાં આ અશ્લીલ હરકત દેખાતા કોચ સહિતના લોકો અસહજ સ્થિતિમાં મુકાયા હતા.

લોગઆઉટ કરવું પડ્યું

મીટીંગમાં એવું થયું હતું કે જે સમયે ઈન્ડોનેશિયાના કોચ સાંતાસો કંઈક કહી રહ્યા હતા ત્યારે અચાનક એક ગેપ આવી ગયો અને તે પછી આ આપત્તિજનક તસવીર સામે આવી ગઈ હતી. જે પછી તુરંત જ ગોપીચંદે આ મીટીંગને લોગ આઉટ કરી દીધી હતી.

21 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) ઝૂમ એપ પર 21 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. હાલ કેટલાંક દિવસોથી ઝૂમ એપની સુરક્ષાને લઈ ઘણા સવાલો ઉભા થયા છે. ગૃહ મંત્રાલયે 20 એપ્રિલે યુઝર્સને વીડિયો કોન્ફરન્સની એપ્લિકેશન દ્રારા ચેતવણી પણ આપી હતી. લોકડાઉનના આ દિવસોમાં સ્કૂલ પણ વિદ્યાર્થીઓને એપ્લિકેશન મારફતે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે.

આઈટી તપાસ કરશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, ઝૂમ એપ પર ચાલી રહેલું ઓનલાઈન સેશન હેક નથી થયું. તેને ટેક્નિકલી ખામી માનતા હવે આઈટી વિભાગ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.

READ ALSO

Related posts

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!