સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસના કામોને મંજૂર કરવા માટેના નીતિનિયમોનો ધરાર અનાદર કરીને પોરબંદર નગરપાલિકાના વિસ્તારોમાં ૧૨૦૦થી વધુ ગેરકાયદે મંજૂરીઓ આપી દેનારી ટાઉન પ્લાનિંગ કમિટીના છ સભ્યોને ગાંધીનગરની મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કચેરીએ તેડું પાઠવ્યું છે. તેમને ટાઉન પ્લાનિંગ કમિટિના સભ્ય પદેથી દૂર કેમ ન કરવા તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીના છ સભ્યોના નામ સહિત આપવામાં આવેલી નોટિસના સંદર્ભમાં ખુલાસો કરવા માટે તેઓ ઉપસ્થિત ન થાય તો તેવા સંજોગોમાં તેઓ કોઈ જ રજૂઆત કરવા માગતા ન હોવાનું સ્વીકારી લઈને તેમની સામે આગળની કાર્યવાહી કરવાની ચેતવણી પણ ગાંધીનગરથી પાઠવવામાં આવેલા પત્રના માધ્યમથી આપવામાં આવી છે.૨૬મી સપ્ટેેમ્બરે આ પત્ર પાઠવવામાં આવ્યો છે.

પોરબંદર નગરપાલિકાના વિસ્તારમાં વિકાસ માટેના સામાન્ય નિયમોની અવગણના કરીને માત્ર બહુમતીને જોરે જ ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન, કુશુભાઈ સવદાસભાઈ બોખિરિયા, સભ્ય મધુબેન સતીશ જોશી, ગંગા નાનજી કાણકિયા, લાભુબેન માધવજી મકવાણા, હાર્દિક મુકુન્દ લાખાણી અને પાયત અજય બાપોદરાને નામે આ નોટિસ કાઢવામાં આવી છે. તેમણે ટાઉન પ્લાનિંગ કમિટીમાં તેમની બહુમતી હોવાથી આ મંજૂરી આપી દીધી હોવાતી તેમને સામે ગુજરાત નગર પાલિકા અધિનિયમની કલમ ૩૭ ટેઠળ તેમની સામે પગલાં કેમ ન લેવા તે અંગે ખુલાસો કરવાની માગણી સાથે ગાંધીનગરથી તેમને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પ્રકારે અંદાજે ૧૨૦૦ જેટલી મંજૂરીઓ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મંજૂરીઓ ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન કેશુભાઈ સવદાસ બોખિરિયાની સહીથી આપવામાં આવી છે.
ગુજરાત નગર રચના શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૬ હેઠળ રચવામાં આવેલી આયોજન સમિતિએ કલમ૭૪ હેઠળ દર્શાવેલી સત્તા અને કાર્યો મુજબ આયોજન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા ઉપરોક્ત તમામ સભ્યોએ નિયમો અને જોગવાઈઓથી વિરુદ્ધ જઈને નગર નિયોજકે આપેલા અહેવાલની પણ અવગણના કરીને બહુમતીના જોરે ઠરાવ કરીને વિકાસની પરવાનગી આપી દીધી છે.
READ ALSO
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ