GSTV
Porbandar ગુજરાત ટોપ સ્ટોરી

રખડતા ઢોરનો ત્રાસ / નીતિન પટેલ પછી CM ભુપેન્દ્ર પટેલના કાફલામાં આખલાની એન્ટ્રી, મચી દોડધામ

આખલા

હજુ તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલને ગાયે ઇજા પહોંચાડ્યાને ગણતરીની કલાકો વીતિ છે ત્યાં જ પોરબંદરમાં સીએમના કાફલોમાં એક આખલો ઘુસી ગયો. વાત છે પોરબંદરની. શનિવારે પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે આ ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો.

મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. તે સમયે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા. જેથી કરીને રખડતા પશુઓ મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર ના આવી શકે. તેમ છતા પણ મુખ્યમંત્રીના કાફલામા આખલો ઘુસી આવ્યાની ઘટના બનવા બની હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢીયાળ ઢોર રસ્તે રઝળતા જોવા મળી રહે છે. રેઢીયાળ ઢોર દ્વારા આ પ્રકારના અનેક બનાવો બન્યા છે. જેમાં અનેક લોકોના જીવ ગયા છે તો કેટલાય લોકોને ઈજાગ્રસ્ત કર્યાના બનાવો બની ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah
GSTV