પોરબંદરમાં 150 વર્ષ જુનું ગણેશ મંદિર, મહિલાઓ માટે આસ્થાનું કેન્દ્ર

પોરબંદરમાં કેદારેશ્વર એમ.જી. રોડ પર 150 વર્ષ જુનું ગણેશ મંદિર આવેલું છે. આ ગણેશ મંદિરમાં મહિલાઓ વધુ મનોકામના માને છે. ખાસ કરીને પુત્ર વિહોણા દંપતી અહીં મનોકામના કરે છે.

પોરબંદરમાં આવેલું આ પ્રાચીન ગણેશ મંદિર મહિલાઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હજારો લોકો આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે અને કંઈકને કંઈક મનોકામના કરતા હોય છે. પણ આ મંદિર મહિલાઓ માટે વિશેષ એટલા માટે છે કે જે મહિલાઓને પુત્ર ન થતો હોય તેવી મહિલાઓ અહીં મનોકામના કરે છે. અને પુત્ર જન્મ થયા બાદ પુત્રની લાડુ-તુલા કરવાની માનતા રાખે છે.

આ મંદિરમાં અવાર નવાર લોકો લાડુ તુલા કરાવતા હોય છે. ગણપતિને લાડુ અતિપ્રિય હોવાથી લાડુની તુલા કરવાની માનતા પૂર્ણ થાય છે તેવી લોકવાયકા છે.

પોરબંદરમાં ગણેશજીના બે જાણીતા મંદિર આવેલા છે. અને અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા દૂર-દૂરથી આવે છે. તેમાંય દસ દિવસ સુધી ચાલતા ગણેશોત્સવમાં મેળા જેવું વાતાવરણ જામે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter