GSTV

પોરબંદર: હોળીને લાગ્યું કોરોના ગ્રહણ, સાંદિપની આશ્રમમાં સાદાઈથી ઉજવાશે રંગોનું પર્વ

Last Updated on March 28, 2021 by Pritesh Mehta

પોરબંદરમાં આમ તો દર વર્ષે હોળી-ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પોરબંદરના અનેક મંદિરોમાં સાદગીપૂર્વક ધુળેટી પર્વ ઉજવી શુકન સાચવવામાં આવશે. ત્યારે પોરબંદર સાંદિપની આશ્રમના પ્રણેતા અને ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા ભાઇશ્રી પણ આશ્રમમાં ફક્ત ભગવાનને રંગે રમાડી ધુળેટી પર્વ ઉજવશે.

દર વર્ષે સાંદિપનીના હરિ મંદિર ખાતે ભાઇશ્રી અને ઋષિકુમારો તેમજ ભક્તો ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે સરકારી નિયમ મુજબ પર્વ ઉજવાશે. ભાઇશ્રીએ તમામ લોકોને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા અને પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવા અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!