ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પોરબંદરથી મોટા સમાચાર સામેઆવી રહ્યા છે. ચૂંટણી બંદોબસ્તમાં પોરબંદરમાં આવેલા IRB ના જવાનો વચ્ચે ઝઘડો થયૉ હતો અને બાદમાં સામસામે ફાયરિંગ થયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 2 જવાનો મોત થયા છે અને 2 જવાનો ઘાયલ થયા છે.

સૂત્રો અનુસાર પોરબંદરમાં નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં થયો જગડો ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યાં હતા. ક્યાં કારણે જગડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.