GSTV

પોરબંદર : બે માસમાં કેનાલનું કામ પૂર્ણ નહીં થાય તો ખેડૂતોની સામુહિક આત્મવિલોપનની ચીમકી

પોરબંદરમાં 15 ગામના ખેડૂતોએ કેનાલ મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. 13 વર્ષ પહેલા કેનાલનું ખાતમુહૂર્ત કરાયું હતું. પણ હજુયે કામ પુરુ ન થતાં ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ સહી ઝુંબેશ કરીને રેલી યોજી. અને બે માસમાં કેનાલનું કામ પૂરુ નહીં થાય તો સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પોરબંદરના કુતિયાણામાં આ જમીન પર જે ખાડા ખોદેલા તે કોસ્ટલ કેનાલ બનાવવાની કામગીરીના છે. 13 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરાયેલી આ કામગીરી હજુ પૂરી થઈ નથી. જેને કારણે આસપાસના 15 ગામના ખેડૂતોની મુશ્કેલી વધી છે.

13 વર્ષ પહેલા સરકારે અહીં કોસ્ટલ કેનાલ બનાવવાની કામગીરી ત્યારે ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી કે તેઓ સિંચાઈ મારફતે બધી જ સિઝનનો પાક મેળવશે. પણ ખેડૂતોની આશા પણ સરકારે પાણી ફેરવી દીધું.

પાણીના અભાવે ખેડૂતો માત્ર વરસાદમાં કપાસ સિવાય કોઈ અન્ય પાક મેળવી શકતા નથી. ત્યારે હવે ધીરજ ખોઈ બેસેલા આ ધરતીપુત્રોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. 15 ગામના હજારો ખેડૂતોએ ભેગા થઈને સહી ઝુંબેશ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં છે. બે માસમાં જો આ કેનાલનું કામ પૂરુ નહીં થાય તો સામૂહિક રીતે આત્મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે..

આમ આ કેનાલના તમામ કામ માત્ર રોડ ક્રોસિંગના લીધે પૂરુ થતું નથી. અને ૧૩ વર્ષથી સરકાર રોડ ક્રોસિંગ કેનાલ કરવામાં ઠાગા થૈયા કરે છે. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયા પ કેબીનેટ પ્રધાન હતા. તેમ છતાંય નિવેડો આવ્યો નહીં. આ બાબતે ધારાસભ્ય કાંધલ જાડેજાના અંગત મદદનીશે પ્રતિક્રિયા આપી.

હાલ તો આ ખેડૂતો હવે કોઈ પણ જાતનું રાજકીય પીઠબળ લીધા વગર મેદાને ઉતર્યા છે. અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન કરવાની વાત કરે છે. સરકારી બાબુઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. અને ખેડૂતોને સંભાળવા તૈયાર નથી. ત્યારે સરકાર આ ધરતીપુત્રોની વ્યથા ધ્યાને લેશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

કોરોના વાયરસનો કહેર : રાજકોટમાં કોરોનાનો પ્રથમ દર્દી સાજો થયો

pratik shah

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ના ગભરાશો, સાવચેતી રાખો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!