GSTV

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Last Updated on August 3, 2021 by Zainul Ansari

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો અને અગાઉ અનેક વખત દારુના ગુન્હામાં પકડાયેલા વીસ વર્ષીય યુવાને ઇન્સ્ટાગ્રામમાં લાઇવ પ્રસારણ કરી એલસીબી સ્ટાફ સહિત પોલાસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરી ફીનાઇલ પી લીધુ હતું. અને સારવાર માટે તેને હોસ્પિટલે લવાતા સીટી ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે, પોલીસ તંત્રએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.

suicide

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલા હોળીચકલા ખાતે રહેતા સાગર ઉર્ફે ડબલુ મુળજીભાઇ મોતીવરસ નામના ૨૦ વર્ષીય યુવાને અગાઉથી જ ઇન્સ્ટાગ્રામમાં એવી જાહેરાત કરી હતી કે, પોતે રાત્રે ૯:૩૦ વાગ્યે આપઘાત કરવાનો છે, તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર મુકેલ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘હું જાવ છુ લાઇવ કરવા, બધા જાણવા આવજો કે, મારી હારે આ બે દિવસમાં શું શું થયું, એટલે જોવાનું ભુલતા નહી, ટાઇમ ૯:૩૦’ ઉપરાંત બીજી પોસ્ટ ‘મારી જિંદગીનું લાસ્ટ લાઇવ જોવાનું ભુલતા નહી… મારા ભાયુ હોય એ…’ અન્ય પોસ્ટમાં ‘હમણા થોડીક વારમાં જ લાઇવ થઇશ, આ મારી જિંદગીનું પેલુ ને છેલ્લુ લાઇવ છે, મારા બધા ભાયુ જોવાનું ભુલતા નહીં ટાઇમ ૯:૩૦’. જેવી પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં મુકી હતી.

ઇન્સ્ટાગ્રામ લાઇવ કરી યુવાને ફીનાઇલનું ડબલુ હથમાં લઇને ઇન્સ્ટામાં લાઇવ કરીને ફીનાઇલ પી લીધુ હતું. જેમાં તેણે કાનમાં હેન્ડસફ્રી રાખીને જોરશોરથી બુમો પાડી ‘રાજભા…એલસીબી સ્ટાફ…ગોવિંદના ત્રાસથી હું દવા પીઉં છું!’ જેવા ઉચ્ચારણો કરીને ફીનાઇલનું ડબલુ ગટગટાવી લીધુ હતું. અને આ ઘટના ૨૫૩૪ લોકોએ લાઇવ જોઇ હતી. ફીનાઇલ પીધા પછી ઉબકા કરતો હોય તેવા અવાજો આવ્યા હતા અને ત્યારબાદ તેનું લાઇવ બંધ થઇ ગયું હતું. કોઇે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો.

પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા સાગર મોતીવરસે હોસ્પિટલના બિછાનેથી આવું પગલું ભરવા અંગે એવું જણાવ્યું હતું કે, તે ઇન્સ્ટાગ્રામમાં ખુબ જ લાઇવ થાય છે અને તેના ખુબ વધારે ફલોઅર્સ છે અને પોતાને ગાળો બોલવાની ટેવ છે તેથી ઇન્સ્ટામાં અવાર-નવાર ગાળો બોલે છે, અન્ય અસંખ્ય લોકો ગાળો બોલતા હોય છે અને માત્ર હું ગાળો બોલતો હતો તે જ ટાર્ગેટ રાખીને ડીવાયએસપી જુલાબેન કોઠીયા, એલસીબી પીએસઆઇ ગઢવી તથા એલસીબી સ્ટાફના રાજભા, ગોવિંદ વગેરેએ ત્રાસ આપ્યો છે.

લોકલ ક્રાઇમબ્રંચની ઓફીસે લઇ જઇ પટ્ટા અને ધોકા વડે મને બેફામ માર મારવામાં આવ્યો છે. માર મારવામાં આવ્યા બાદ જવા દેવાયો હતો અને બીજા દિવસે હેડફોન લેવા ગયો ત્યારે પણ તેને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારની પોલીસની મનમાનીથી કંટાળીને પોતે આવું પગલું ભર્યું છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અધકારીઓએ ૫૦ હજાર રૃપિયા લઇને ઇન્સ્ટાગ્રામમાં હું વધારે સક્રીય ન રહુ તે માટે આવું કર્યું છે. જો કે પોલીસ અધકારીઓએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા.

આમ, પોરબંદરમાં સોશ્યલ મીડીયામાં એકટિવ યુવાને આત્મહત્યાની કોશીષનું લાઇવ પ્રસારણ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

પોરબંદરના સીટી ડીવાયએસપી જુલીબેન કોઠારીએ તેમની સામે અને પોલીસ તંત્ર સામે થયેલા આક્ષેપોને નકારી દીધા હતા. તેમણે એવું જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિઓ પોલીસ તંત્ર સામે આવા આક્ષેપો કરતા હોય છે ત્યારે તેમાં તથ્ય ભાગ્યે જ હોય છે, પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે અને કામગીરી તટસ્થતાથી કરે છે. આ બનાવમાં પણ તેમણે એવં જ ઉમેર્યું હતું કે, યુવાને તંત્ર સામે કરેલા આક્ષેપો તદન ખોટા છે અને પોલીસ કયાંય ફોલ્ટમાં નથી.

સાગર ઉર્ફે ડબલુ મોતીવરસના ૧૨૦૦૦થી વધારે ફોલોઅર્સ છે અને તેણે જ્યારે ફીનાઇલનું ડબલુ ગટગટાવ્યું ત્યારે ૨૫૩૪ લોકો તેને લાઇવ જોતા હતા. અને તેણે જ્યારે ફિનાઇલ પીધુ અને પોલીસના ત્રાસથી આવું કરી રહ્યો છે તેવું જણાવ્યુ ત્યારે લોકોના મોઢામાંથી એ…માં…પી ગયો… પી ગયો… એલા પી ગયો અમારામાં દેખાણું! તે પ્રકારના ઉચ્ચારણો પ્રગટ થયા હતા. જે પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે.

પોરબંદરમાં સાગર મોતીવરસ નામના યુવાને ઇન્સ્ટાગ્રામમાં લાઇવ થઇને આત્મહત્યા કરવા માટેનો વિસ્તાર પણ સ્મશાન નજીકનો પસંદ કર્યો હતો. તેણે હિન્દુ સ્મશાનભૂમિ નજીકના જ વિસ્તારમાં જઇને ફીનાઇલનું ડબલું ગટગટાવ્યું હતું.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!