GSTV
Home » News » ગુજરાતમાં કચ્છ બોર્ડર પર પાક સેનાની હિલચાલ વધી, વોચ ટાવરો એક્ટિવ થયા

ગુજરાતમાં કચ્છ બોર્ડર પર પાક સેનાની હિલચાલ વધી, વોચ ટાવરો એક્ટિવ થયા

india pakistan trade

પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ આતંકીઓના ગઢનો ખાત્મો બોલાવ્યો છે. બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં કરેલી કાર્યવાહીમાં 325 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. જેમાં જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર પણ માર્યો ગયો હોવાની સૂત્રોની જાણકારી છે. બાલાકોટ કેમ્પમાં યુસુફ અઝહર હાજર હતો. તે જૈશનો કમાન્ડર હતો. આ સાથે મૌલાના અમર અને મસૂદ અઝહરનો ભાઈ મૌલાના તૈહર સૈફ પણ ઠાર થયા છે. સર્જીકલ સ્ટ્રાઈક બાદ કચ્છ સરહદે પાકિસ્તાની સેનાની હિલચાલ થઈ રહી છે. કચ્છ સરહદ નજીક પાકિસ્તાની સીમામાં પાક સેન્ય ગોઠવાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સરહદ નજીક પાકિસ્તાની વોચ ટાવરમાં હિલચાલ શરૂ થઈ છે.

ભારતીય સેનાની પણ સરહદ ચાંપતી નજર રાખી રહી છે. રાજકોટમાં રહેતા બીએસએફના જવાનોને બોર્ડર પર જવાનો આદેશ થયો છે. ગુજરાતમાં સુરક્ષા અંતર્ગત સીએમના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ છે. જેમાં બીએસએફ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ સામેલ હતા.

નેવી અને કોસ્ટગાર્ડની શીપોને એલર્ટ પર મૂકાઈ

હવે પાકિસ્તાન તથા આતંકીઓ આ કાર્યવાહીથી ચૂપ બેસે તેવું લાગતુ નથી. તેથી ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાનની બોર્ડર પર અગમચેતીના ભાગરૂપે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડને એલર્ટ કરાયા છે. નેવી અને કોસ્ટગાર્ડની શીપોને એલર્ટ પર મૂકાઈ છે. તો સાથે જ નેવી અને કોસ્ટગાર્ડ એર એન્કલેવના વિમાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર કરાયા છે. રાજ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. જેને પગલે હાલમાં ગુજરાતમાં કડક ચકાસણી તઈ રહી છે. સ્થાનિક સરહદો પર ચેકિંગ વધારી દેવાયું છે.

કોસ્ટલ બોર્ડર પર માછીમારી કરવા ન જવું

હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. POKમાં ભારતના હુમલાને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોન્ફરન્સને રદ કરી દેવામાં આવી છે. આ સાથે ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ છે. જે બેઠકમાં પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી છે. પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા થઈ રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય માછીમારોને જણાવવામાં આવ્યું છે કે મરીન કોસ્ટલ બોર્ડર પર માછીમારી કરવા ન જવું અને દરિયાઇ વિસ્તારમાં જો કોઇ શંકાસ્પદ હીલચાલ દેખાઇ તો કોસ્ટગાર્ડ કે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

Related posts

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!