GSTV
Home » News » પોરબંદરનો એક વ્હીલચેર ક્રિકેટર દુબઈમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે મક્કમ

પોરબંદરનો એક વ્હીલચેર ક્રિકેટર દુબઈમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે મક્કમ

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ગલીએ ગલીએ જોવા મળે છે. ક્રિકેટર્સની લોકચાહના પણ એટલી મોટી છે.પરંતુ દિવ્યાંગ અને વ્હીલચેર ક્રિકેટર્સને એટલું મહત્વ મળતું નથી. પોરબંદરનો એક વ્હીલચેર ક્રિકેટર દુબઈમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે મક્કમ છે.

ભીમાભાઈ ખુંટી.પોલિયોના કારણે બંને પગર માત્ર 1 વર્ષની ઉંમરમાં જ ગુમાવ્યાં.પરંતુ ધોરણ 12 સુધી અભ્યાસ બાદ રમત ગમતમાં વધારે રસ જાગ્યો. દુબઈમાં રમાનારી ટી-20 સીરિઝમાં ભીમાભાઈની વ્હીલચેર ક્રિકેટની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. અને હવે ભીમાભાઈ ક્રિકેટના મેદાન પર કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે આતૂર છે.

આપણા દેશમાં ક્રિકેટનો દરજ્જો ધર્મથી કમ નથી. પરંતુ સામાન્ય ક્રિકેટની જેમ દિવ્યાંગ કે વ્હીલચેર ક્રિકેટ સાથે જોડાયેલા ખેલાડીઓને એટલી પ્રસિદ્ધી મળતી નથી.

લાખો રૂપિયા જેટલી મેચ ફી તો ભૂલી જઈએ. પરંતુ વિદેશમાં કોઈ ટૂર્નામેન્ટ રમવા માટે જવુ હોય.,તો પણ આર્થિક સગવળ પોતે જ કરવની હોય છે. તેમ છતાં ભીમાભાઈ દુબઈમાં રમાનારી ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધીત્વ કરવા ઉત્સાહિત છે.

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!