GSTV
Home » News » વાયુ વાવાઝોડાને પગલે પોરબંદરમાં સૌથી વધુ ટીમો કરાઈ તૈનાત

વાયુ વાવાઝોડાને પગલે પોરબંદરમાં સૌથી વધુ ટીમો કરાઈ તૈનાત

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ત્રાટકનારા વાવાઝોડાને જોતા કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડે આગામી 48થી 60 કલાક ગુજરાત પર ભારે હોવાનું કહ્યુ છે. ગુજરાતના દરિયામાં સાત જેટલા સ્ટેશન સ્ટેશન છે.

અને ત્યાંથી ચક્રવાત પર નજર રાખવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાના ખતરાને જોતા પોરબંદરમાં સૌથી વધુ ટીમોને તૈનાત કરાઈ છે. કોસ્ટગાર્ડની પેટ્રોલિંગમાં રહેલી શીપે માછીમારી કરતી બોટને કિનારે પાછી બોલાવવાની કામગીરી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છેકે, વાવાઝોડાના એલર્ટને લઈને રાજ્ય સરકાર ફિશરીઝ ડીપાર્ટમેન્ટ અને કોસ્ટગાર્ડ સાથે સંપર્ક છે. ગુજરાતના માછીમારોની તમામ બોટ અને માછીમારોને દરિયા કિનારે પરત બોલાવી લેવાયાનો દાવો સીએમ રૂપાણીએ કર્યો હતો. તો વળી, મોટા જહાજોને મધ દરિયે પણ મોકલી દેવાયા છે.

WINDY.COM મુજબ વાયુ વાવાઝોડું 13 જૂને સવારે 5 વાગ્યાની આસપાસ પોરબંદરનાં દરિયાકિનારે ટકરાશે. પીજીવીસીએલ તંત્રને  સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

તંત્ર દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં  આવી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ચંદ્રયાન -2એ 2650 KM દૂરથી લીધો ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ્, કંઈક આવો હતો નજારો

Path Shah

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!