GSTV

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

૨૬ જાન્યુઆરી – 2001 સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છ માટે એ દિવસ અત્યંત ગોઝારો હતો. હજારો વ્યક્તિઓના જીવને ‘એક ઝાટકે’ ગ્રસી ગયેલા વિનાશક ભૂકંપને ૧૯ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર, અને વિશેષત: કચ્છના લોકો એ વસમી યાદોંને લઈને બોઝીલ બની ગયા છે.

કચ્છ એ સિસ્મિક ઝોન-૫માં આવતો પ્રદેશ છે, જયાં ૭-૮ મેગ્નિટયૂડની તીવ્રતાવાળા ધરતીકંપ પણ આવી શકે છે, અને આવ્યા છે’ય ખરા. સાડા ત્રણ સૈકામાં પાંચ મેગ્નિટયૂડ કે તેથી વધુ તીવ્રતાવાળા ૧૭-૧૭ ભૂકંપ ખમીને પણ આ ભડભાદર પંથક પોતાના ખમીર અને ખુદ્દારીથી ફરી – ફરીને બેઠો થયો છે. જો કે, ૨૬-૧-૨૦૦૧નાં ૭.૭ ના ભૂકંપને કચ્છની કમ્મર ભાંગી નાખી હતી. ભચાઉથી ૯ કિલોમીટર દૂરના ચોબારી ખાતે એપીસેન્ટર ધરાવતો આ ભૂકંપ સવારે ૮.૪૬ વાગ્યે આવ્યો, પૂરી બે મિનિટ ચાલ્યો, અને એ દરમિયાન ધ્રૂજતી રહેલી ધરાએ ૧૩૮૧૯ લોકોના મોત નિપજાવ્યા. ગુજરાતનાં અર્થતંત્રને તેનાથી ૧૦ બિલિયન ડોલરનો ફટકો પડયો અને ૧ મિલિયન મકાનોનો ભૂક્કો થઈ ગયો… યાદ રહે, મોત અને નુકસાનના આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા આંકડા જ છે!

ઈન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બાઉન્ડ્રીએ ભૂગર્ભીય હીલચાલથી અહીં ભૂકંપનો ખતરો રહે છે. આ વર્ષે ચોમાસાં બાદ સતત ધરા ધ્રજી રહી હોવાથી ઊચાટ વધ્યો છે. માત્ર જાન્યુઆરી માસની ૧થી ૨૫ તારીખ દરમિયાન જ સૌરાષ્ટ્રમાં છ (તાલાલામાં ૩, મોરબી – જામનગર – ઉના ૧-૧ ) તથા કચ્છમાં આઠ નાના મધ્યમ કંપન ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગર ખાતે નોંધાઈ ચૂકયા છે. તેમાં કચ્છ ખાતે ૨૦મીએ રાતે ૧૦.૩૦ વાગ્યે આવેલો ૨.૪નો અને સૌરાષ્ટ્ર ખાતે ૧૯મીએ તાલાલામાં આવેલો ૩.૧નો ભૂકંપ નોંધનીય હતા. આઅગાઉ ૧૯ ઓગષ્ટ-૨૦૧૯ના બપોરે તથા ૧૮ નવેમ્બર-૨૦૧૯ની સાંજે ભચાઉ વિસ્તારમાં આવેલા ધરતીકંપની તીવ્રતા રિકતટર સ્કેલ ઉપર અનુક્રમે ૪.૨ અને ૪.૩ મેગ્નિટયૂડ નોંધાઈ હતી.

ભૂસ્તર શાસ્ત્રીઓ કહે છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે કંપન આવી રહ્યા છે તેનું કારણ છે હેવી મોનસૂન ! ખાસ્સું બધું પાણી જમીનમાં ઉતરવાથી ઊપરના સ્તરે આવી હલચલ થવી સહજ છે અને કેપનોની ઓછી ઊંડાઈ ચિંતા સીમિત રાખનારી છે. અલબત, આવા કંપનની ગતિવિધિ વચ્ચે સાવધ ચોક્કસ રહેવું જોઈએ પરંતુ પેનિક કરવાની જરૃર નથી તેમ પણ ભુસ્તરશાસ્ત્રીઓએ ઉમેર્યું હતું.

કચ્છમાં 5 મેગ્નિટયૂડ કે વધુ તીવ્રતાના ભૂકંપની તવારીખ

તારીખકેટલાં મેગ્નિટયૂડનો આંચકો નોંધાયો
૦૬/૦૫/૧૬૬૮૭.૮
૧૬/૦૬/૧૮૧૯૭.૮
૧૯/૦૬/૧૮૪૫૫.૭
૧૪/૦૧/૧૯૦૩૫.૬
૨૬/૧૦/૧૯૨૧૫.૫
૨૧/૭/૧૯૫૬૬.૦
૧૩/૦૭/૧૯૬૩૫.૩
૨૬/૦૩/૧૯૬૫૫.૧
૨૭/૦૫/૧૯૬૬૫.૦
૧૩/૦૨/૧૯૭૦૫.૨
૦૪/૦૬/૧૯૭૬૫.૧
૦૭/૦૪/૧૯૮૫૫.૦
૨૬/૦૧/૨૦૦૧૭.૭
૦૩/૦૨/૨૦૦૬૫.૦
૦૬/૦૪/૨૦૦૬૫.૬
૨૦/૦૬/૨૦૧૨૫.૦

READ ALSO

Related posts

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!