યૂકેના રેડિયો પ્રેઝન્ટરે ઑન એર એક વ્યક્તિનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

એક જાણીતા રેડિયો હોસ્ટના સોશિયલ મીડિયામાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે, કારણકે તેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો. હોસ્ટે 30 મિનિટથી વધુ સમય સુધી આત્મહત્યા કરવા જઇ રહેલા વ્યક્તિને ફોનમાં વ્યસ્ત રાખ્યો અને આ દરમ્યાન પીડિત શખ્સની પાસે જઇને મદદ પહોંચાડી. રેડિયો હોસ્ટ લીન લીન લી એક લાઇવ પ્રોગ્રામને પ્રેઝન્ટ કરી રહ્યા હતાં અને આ દરમ્યાન રેડિયો સ્ટેશનમાં તેમણે ક્રિસ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો.

તેણે જણાવ્યું કે તેમણે ગોળીઓનો ઓવરડોઝ લઇ લીધો છે અને રસ્તા પર મરવા જઇ રહ્યાં છે. થોડી મિનિટની વાતચીતમાં ક્રિસે લી સાથે પોતાની ભાવનાઓ શેર કરી અને જણાવ્યું કે તેઓ સ્ટ્રેસ ડિસઓર્ડરથી ઝઝૂમી રહ્યાં છે. લીએ કોઈ પણ રીતે ક્રિસને શોધી લીધો અને પ્રોગ્રામ પ્રોડ્યૂસરે લોકેશનની જાણકારી મેળવીને હેલ્પ સર્વિસને ફોન કર્યો.

લીએ વાતચીત દરમ્યાન ક્રિસને કહ્યું, ‘ક્રિસ, મને લાગે છે કે તમારે આજે મરવુ જોઇએ નહીં. મને જણાવો કે તમે અત્યારે કઈ શેરીમાં છો.’

થોડા સમય બાદ લીને સૂચના મળી કે ક્રિસને બચાવી લેવામાં આવ્યો છે અને સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ત્યારબાદ લીની આંખમાં આંસુ આવી ગયાં. બાદમાં તેમણે આ અંગે ટ્વિટ પણ કર્યુ કે ક્રિસની સાથે શું થયુ હતું.

લીએ ક્રિસનું જીવન બચાવ્યુ, જેથી સોશિયલ મીડિયામાં લીના ભરપેટ વખાણ થઇ રહ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter