GSTV

મૃત્યુના સમયે પ્રેગનેન્ટ હતી આ લોકપ્રિય અભિનેત્રી, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂકી છે કામ

21 મે 1999ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશમ’ને પસંદ કરનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી થઇ. આજે પણ આ ફિલ્મ ટીવી પર ઘણીવાર જોવા મળે છે. અભિનેત્રી સૌંદર્યાએ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ સૌંદર્યાએ આ ફિલ્મ બાદ અત્યંત લોકપ્રિય બની હતી. સૌંદર્યાનો જન્મ 18 જુલાઈ 1972માં થયો હતો. તે સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

‘સૂર્યવંશમ’ સૌંદર્યાની પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ હતી. 1992ની કન્નડ ફિલ્મ ‘ગંધર્વ’માં તે પહેલી વાર નજરે પડી હતી અને તેની 12 વર્ષની કારકીર્દીમાં કુલ 14 ફિલ્મો કરી હતી. સૌંદર્યા, ઉદ્યોગપતિ અને ફિલ્મ લેખક-નિર્માતા કે.એસ. સત્યનારાયણની પુત્રી હતી અને જ્યારે સૌંદર્યા એમબીબીએસ કરી રહી હતી ત્યારે તેના પિતાના મિત્રએ તેમને ફિલ્મની ઓફર કરી હતી. ત્યારબાદ તેણે અભ્યાસ છોડ્યો અને અભિનેત્રી બની.

ત્યારબાદ 2003માં તેણે તેના ક્લાસમેટ મિત્ર અને સોફ્ટવેર એન્જિનિયર જી.એસ.રઘુ સાથે લગ્ન કર્યા હતા. 17 એપ્રિલ 2004ના રોજ  સૌંદર્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે કરીમનગર જઈ રહી હતી. હેલિકોપ્ટર 100 ફૂટની ઉંચાઈએ પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં સૌંદર્યા, તેનો ભાઈ અને અન્ય બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે ખૂબ જ દુ:ખદાયક હતું, જે સમયે આ દુર્ઘટના બની હતી ત્યારે તે 7 મહિનાથી પ્રેગનેન્ટ હતી.  સૌંદર્યાએ ફક્ત 31 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહી દીધી હતી. આ ઘટનાથી તેના પરિવારજનો તેમજ ફેન્સ ખૂબ જ દુ:ખી થયા હતા. આજે તેને લગભગ 16 વર્ષ થઇ ગયા છે પરંતુ તે પોતાની ફિલ્મ્સ દ્વારા ફેન્સના હૃદયમાં જીવંત છે.

READ ALSO

Related posts

સુરત/ દારૂની રેઇડના પગલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PIને DGPએ કર્યા સસ્પેન્ડ

Pravin Makwana

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana

અમદાવાદ/ સંકટ સમયે ઉગારતી વાન આવી સંકટમાં, 108 ઈમરજન્સી વાન આગના કારણે ભભૂકી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!