GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી, આ વખતે યુવતીએ હા પાડી દીધી

Last Updated on April 17, 2021 by Pravin Makwana

ફેમસી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે ખુશખબર આવી છે. કારણ કે, સોશિયલ મીડિયા પર મેકર્સ દ્વારા પોપટલાલના લગ્નની ડિમાન્ડ સામે આવ્યા બાદ હવે શોમાં નવું ટ્વિસ્ટ જોવા મળશે. હવે એવુ લાગી રહ્યુ છે કે, છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે ઝઝૂમી રહેલા પોપટલાલના લગ્ન થઈ જશે.

દર વખતે એવુ બનતુ હતુ કે, પોપટલાલ તો લગ્ન માટે મરણિયો બની જતો, પણ છેલ્લી ઘડીએ યુવતીઓ ના પાડી દેતી હતી. જો કે, આ વખતે લાગે છે કે, પોપટલાલના લગ્ન થઈ જશે. કારણ કે, આ વખતે પોપટ જ નહીં પણ યુવતીએ પણ હા કરી દીધી છે. જેની સાથે તેના લગ્નની વાત ચાલી રહી હતી.

હકીકતમાં જોઈએ તો, હાલમાં જ એક એપિસોડમાં બતાવ્યુ હતું કે, પોપટલાલની મુલાકાત પૂજા નામની યુવતી સાથે થઈ હતી. આ યુવતી ખાસ કરીને પોપટલાલને મળવા માટે મુંબઈ આવી હતી. જે બાદ ફરી એક વાર પોપટલાલના લગ્ન કરવાના અરમાન જાગ્યા છે. તે ફરી એક વાર લગ્નના સપનામાં ખોવાઈ ગયો છે. આ વાત જાણીને પોપટલાલ જ નહીં, સમગ્ર ગોકુલધામમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તથા પૂજા અને સ્વાગત માટે તૈયારીઓ થઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!