પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક ફરી એક વખત ચર્ચામાં છે. ખરેખર, હવે તેઓ આ શોમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. વર્ષોથી પોતાના લગ્નનું સપનું જોતા પત્રકાર પોપટલાલ લગ્ન કરવા જઇ રહ્યા છે. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકારની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક વાસ્તવિક જીવનમાં ત્રણ બાળકોનો પિતા છે. અહેવાલો અનુસાર તેમની પાસે 15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. મળતી માહિતી મુજબ શ્યામ પાઠકના એક એપિસોડની ફી આશરે 60 હજાર રૂપિયા છે.

અધવચ્ચે જ છોડી દીધો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભ્યાસ
શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી અભિનય શીખ્યા છે. આ અગાઉ તે ટીવી સીરિયલ ‘જસુબેન જયંતિ લાલ જોશી કી જોઇન્ટ ફેમિલી’માં પણ જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ શ્યામ પાઠકની પોતાની મર્સિડીઝ કાર છે. આ સિવાય તેમની પાસે કરોડોની સંપત્તિ પણ છે. શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા પરંતુ અભિનયમાં રસ હોવાને કારણે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.

શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તેમની પત્ની રેશમીને મળ્યા હતા. ધીરે ધીરે શ્યામ અને રેશમીની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. શ્યામ અને રેશમીને ત્રણ બાળકો છે. પુત્રીનું નામ નિયતિ અને મોટા પુત્રનું નામ પાર્થ છે. જ્યારે તેમના નાના પુત્રનું નામ શિવમ છે.

આ શોમાં સૌથી વધારે ફી લે છે જેઠાલાલ
જેઠાલાલ વિના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની કલ્પના કરી શકાતી નથી. આ પાત્ર ખૂબ મહત્વનું છે, જે આમ તો મેચ્યોર છે, પરંતુ ભાગ્યને કારણે, જેઠાલાલના જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે અને તે દર્શકોના ચહેરા પર ખુશી આવે છે. આ જ કારણ છે કે આ પાત્ર ભજવનારા દિલીપ જોશીને સૌથી વધુ ફી આપવામાં આવે છે, તેમને એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
Read Also
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા