GSTV

કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 20 ઘાયલ

Last Updated on April 20, 2019 by Arohi

ઉત્તર પ્રદેશના કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં 20 મુસાફરો ઘાયલ થયા છે. કાનપુરના રૂમા ગામ પાસે હાવડાથી દિલ્હી જઈ રહેલા ટ્રેનના 12 કોચ પાટા પરથી ખડી પડ્યા.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તંત્ર,  રેલવેના અધિકારીઓ દોડી આવ્યા. મધરાતે એક વાગ્યે બનેલી આ ઘટનાને લઈને રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

રેલવે વિભાગના મતે કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી અને ટ્રેનમાંથી તમામ મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બાને નુકસાન પહોંચ્યું છે. 12માંથી 4 જબ્બા પલટી ગયા હતા. તેના લીધે ત્યાં અફડા તફડી મચી ગઇ હતી. ભારતીય રેલવે એ હેલ્પલાઇન નંબર પણ રજૂ કર્યા છે. તે નંબર આપ્રમાણે છે – (033) 26402241, 26402242, 26402243, 26413660.

રેલવે મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટને ઘટનાસ્થળ પર મોકલી દેવાયા છે જે મેન રૂટ છે. આ રૂટની બીજી 13 ટ્રેનને ડાયવર્ટ કરી દેવાઇ છે જ્યારે એક ટ્રેન રદ્દ કરાઇ છે.

Read Also

Related posts

ભાદરવે ભરપૂર / અતિશય ભારે વરસાદથી ગુજરાતનો આ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામડાંઓ કરાયા એલર્ટ

Dhruv Brahmbhatt

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો / કોના ઓઠા હેઠળ કરોડોનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પર ઉતર્યું, સરકાર જવાબ આપે

Dhruv Brahmbhatt

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!