GSTV

ગરીબ રાજ્ય બિહારના ચૂંટણી મુરતિયાઓ છે કરોડપતિ, ધરાવે છે અધધધ સંપત્તિના આસામી

આમ તો બિહારની ગણતરી દેશના ગરીબ રાજ્યોમાં થાય છે પણ બિહાર ચૂંટણીમાં ઝુકાવનારા ઉમેદવારોને જોતા એવુ લાગે છે કે, પ્રજા ભલે ગરીબ હોય પણ નેતાઓ માલામાલ છે.

બિહાર

બીજા તબક્કાની ચૂંટણીમાં 34% ઉમેદવારો કરોડપતિ

ઈલેક્શન વોચ સંસ્થાના સર્વેના આધારે એવું બહાર આવ્યું છે કે, બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 94 બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા 34 ટકા ઉમેદવારો કરોડપતિ છે. બીજા તબક્કાની 94 બેઠકો માટે મતદાન થવાનુ છે ત્યારે આ બેઠકો પરથી ચૂંટણીમાં ઝુકાવનારા 1463માંથી 495 ઉમેદવારો કરોડ પતિ છે. તેમની સરેરાશ સંપત્તિ 1. 72 કરોડ રુપિયા છે.

સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ

પાર્ટી પ્રમાણે જોવામાં આવે તો કોંગ્રેસ ટોપ પર છે. કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારોની સંખ્યા 24 છે પણ તેમની સરેરાશ સંપત્તિ 10.25 કરોડ રુપિયા છે. જ્યારે જેડીયુના 43 ઉમેદવારો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 4. 5 કરોડ રુપિયા છે. લાલુ પ્રસાદની આરજેડી પાર્ટીના 56 ઉમેદવારો કરોડપતિ છે અને તેમની પાસે સરેરાશ 3. 86 કરોડ રુપિયાની સંપત્તિ છે.

ભાજપના 46 ઉમેદવારો કરોડપતિ

ભાજપના 46 ઉમેદવારો કરોડપતિની કેટેગરીમાં આવે છે. તેમની સરેરાશ સંપત્તિ 3. 44 કરોડ રુપિયા છે જ્યારે બસપાના 33 કરોડ પતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 130 કરોડ રુપિયા છે. કરોડપતિ ઉમેદવારોમાં સૌથી વધારે સંપત્તિ વૈશાલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સંજીવ સિંહ પાસે છે. તેમની સંપત્તિ 56 કરોડ રુપિયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!