GSTV
Home » News » આ મહિલા પરિવાર સાથે રહે છે 2 ફૂટની જગ્યામાં, શહેરનું નામ જાણીને ચોંકી જશો

આ મહિલા પરિવાર સાથે રહે છે 2 ફૂટની જગ્યામાં, શહેરનું નામ જાણીને ચોંકી જશો

દિલવાળા લોકોની દિલ્હીમાં ઉંચા-ઉંચા મકાનો ભલે શહેરની સંપન્નતાની તસ્વીર રજૂ કરતા હોય, પરંતુ શહેરમાં આજે પણ ગરીબ લોકો હોર્ડિગ વચ્ચેના બે ફૂટમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે. આ વાત સાંભળી કદાચ તમને વિશ્વાસ નહીં આવે પરંતુ રોહિણી સેક્ટર સાતમાં મેટ્રો પિલર પર લગાવેલા હોર્ડિગની પાછળની જગ્યામાં ઘરવિહોણા લોકોએ પોતાનું આશ્ર્યસ્થાન બનાવી દીધુ છે. જ્યાં પિલરની ઉપર તારના આધારે આ લોકો જીવન વ્યતિત કરી રહ્યાં છે. આ અંગે પૂછતા એક મહિલાએ કહ્યું કે તેઓ સિગ્નલ પર પોતાના ભાઈ-બહેનોની સાથે સામાન વેચે છે.

ચોરી થવાના ડરને લીધે તેઓ પોતાનો સામાન હોર્ડિગ પાછળ રાખે છે. એટલું જ નહીં, ઘરના બાળકોને આ હોર્ડિગ્સ પાછળ ઉંઘાડી દે છે. કેટલીક વખત તો તેઓ જાતે આ લોખંડની પાઈપ પર આરામ કરતા હોય છે. આ કહાની ફક્ત આ એક મહિલાની નહીં તેવા તમામ ઘરવિહોણા લોકોની છે. જેના માટે શેલ્ટર હોમ બનાવવાનો દાવો સરકાર કરી રહીં છે.

સાહેબ, ફૂટપાથથી લાગે છે ડર: રેન બસેરામાં કેમ રહેતા નથી? તેવો પ્રશ્ન પૂછાતા આ મહિલાના પિતા રવિ કૃષ્ણએ જણાવ્યું છે સાહેબ, ફૂટપાથથી ડર લાગે છે અને આશ્ર્યસ્થાનમાં સામાન ચોરી થઈ જાય છે. ગંદા કેબલ અને વધુમાં ઈન્ચાર્જના ગુસ્સાભર્યા વલણને લીધે શેલ્ટર હોમ સુધી જવાનું મન થતુ નથી.

દિલ્હીમાં રેન બસેરાની સ્થિતિ: અત્યારે દિલ્હીમાં કુલ 184 આશ્ર્યસ્થાન છે, જેમાંથી 82 કાયમી અને 102 કામચલાઉ છે. નેશનલ અર્બન લાઈવહુડ મિશન હેઠળ બનાવેલા આ શેલ્ટર હોમમાં અત્યારે 4890 લોકો રહી રહ્યાં છે. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશાનુસાર (2014) શેલ્ટર હોમમાં રહેતા દરેક વ્યક્તિને 50 સ્કવેર ફૂટની જગ્યા મળવી જોઈ. તો દિલ્હી શહેરી આશ્ર્ય બોર્ડ (ડીયુએસઆઈબી)નો દાવો છે કે દિલ્હીમાં બનાવેલા રેન બસેરામાં કુલ 14,584 લોકો રહી રહ્યાં છે. (એટલેકે આ શેલ્ટર હોમમાં દરેક વ્યક્તિને રહેવા માટે ફક્ત 16 વર્ગ ફૂટની જગ્યા જ મળી રહી છે.) એવામાં સવાલ ઉભો થાય છે કે દિલ્હીમાં એવા કેટલા લોકો છે, જે ઘરવિહોણા છે. શું આનો યોગ્ય આંકડો સરકારની પાસે છે. આવા ઘરવિહોણા લોકો માટે  સરકાર શું કરી રહીં છે?

એક લાખની વસ્તીએ હોવુ જોઈએ એક શેલ્ટર હોમ: સેન્ટર ફૉર હોલિસ્ટિક ડેવલપમેન્ટ-સીએચડીના નિર્દેશક સુનીલ કુમાર આલેડિયાએ જણાવ્યુ કે દર એક લાખ લોકોની વચ્ચે એક શેલ્ટર હોમ હોવુ જોઈએ, જેનો વિસ્તાર ઓછામાં ઓછો 1 હજાર સ્કવેર ફૂટ હોય, પરંતુ દિલ્હીની વસ્તી મુજબ ખૂબ જ ઓછા આશ્ર્યસ્થાન છે. જ્યારે ઠંડકની મોસમ હોય છે ત્યારે સરકારને બેઘર લોકો યાદ આવે છે. જ્યારે ગરમી અને વરસાદની મોસમમાં આશ્ર્યસ્થાનમાં રહેતા લોકો માટે કંઈ કરવામાં આવતુ નથી. પરંતુ આ લોકોને રહેવા માટે 10 રૂપિયા આપવા પડે છે.

જૂનમાં થાય છે સૌથી વધારે મોત: સીએચડીના એક રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં સૌથી વધારે ઘરવિહોણા લોકોના મોત થાય છે. જો 2004થી લઈને અત્યાર સુધીનો રેકોર્ડ જોવામાં આવે તો જૂનમાં સૌથી વધારે 4283 લોકોના મોત થયા છે. જેનાથી થોડો ઓછો આંકડો જુલાઈ મહિનાનો છે. જેમાં 2004થી લઈને અત્યાર સુધી 3854 ઘરવિહોણા કાળમાં સમાઈ ગયા છે. જાન્યુઆરી 2004 થી 16મે 2018 સુધીના જાહેર થનારા રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે ચાલુ વર્ષની શરૂઆતથી લઈને 16 માર્ચ સુધી દિલ્હીમાં કુલ 1102 ઘરવિહોણાના મોત થયા છે.

Related posts

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાયરલ કરનારા વ્યક્તિની ધરપકડ

Mayur

અમરેલીમાં કોંગ્રેસના નેતાઓ હાથમાં મેજર ટેપ અને ફુટપટ્ટી લઈને ઉતર્યા રસ્તા પર

Nilesh Jethva

સેન્સેક્સમાં ઈતિહાસનો આવ્યો સૌથી મોટો ઉછાળો, ઈન્વેસ્ટરોની થઈ દિવાળી..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!