GSTV

આ તે કેવો કોરોના! ગરીબો બની રહ્યાં છે બેરોજગાર, ઉભરાઇ રહી છે અમીરોનો તિજોરીઓ, જાણો શું કહે છે આંકડા

કોરોના

Last Updated on June 22, 2021 by Bansari

કોરોના સમયગાળા દરમિયાન ગરીબ વધુ ગરીબ બની ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના તાજેતરના અહેવાલ મુજબ, કોરોનાની બીજી લહેરમાં લગભગ 12 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ છે. કોરોનાની સૌથી મોટી અસર દેશના ગરીબ લોકો પર પડી, એવા લોકો જે રસ્તાઓ પર લારી-ગલ્લા લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમનું જીવન મુશ્કેલ બન્યું હતું. પરંતુ બીજી તરફ ધનિકોની સંપત્તિમાં અનેકગણો વધારો થયો.

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટા દેશોમાં અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. ફક્ત અમેરિકાની વાત કરીએ તો 651 અમેરિકન અબજોપતિની સંપત્તિ 30 ટકા વધીને 4 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે વિકાસશીલ દેશોમાં, 250 મિલિયન લોકોને અત્યંત ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને વિશ્વની લગભગ અડધી વર્કફોર્સે પોતાની આજીવિકાનું સાધન ગુમાવ્યું.

કોરોના

આ લોકોની વધતી સંપત્તિ

એક તરફ, જ્યાં કોરોનામાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે, ત્યાં વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં તીવ્ર વધારો થયો છે. એમેઝોનના જેફ બેસોઝ અથવા ટેસ્લાના એલોન મસ્ક કોરોનામાં સમૃદ્ધ બન્યા, જ્યારે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ગૌતમ અદાણીએ કોરોનામાં કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા. માત્ર એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 104 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, એલોન મસ્ક જેવા અબજોપતિઓએ કોરોનાની બંને લહેરમાં અઢળક કમાણી કરી છે.

કોરોના

બિલ ગેટ્સથી ઝુકરબર્ગ સુધીના દરેકે કરી કમાણી

કોરોના સમયગાળા દરમિયાન અબજોપતિ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. જોકે, તેમાંના કેટલાકને વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. બિલ ગેટ્સ વિશે વાત કરીએ તો તેની સંપત્તિ 10.40 અબજ ડોલર વધીને 142 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ આ વર્ષે 14.40 અબજ ડોલર વધી છે અને તે 118 અબજ ડોલર છે.

કોરોના

શું આગળ પણ રહેશે આ જ સ્થિતિ?

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બે વસ્તુઓ સામાન્ય જોવા મળી છે. પહેલું એ કે ગરીબોની નોકરીઓ ગઈ અને ધનિકની સંપત્તિમાં વધારો થયો. પરંતુ શું ભવિષ્યમાં પણ આ જ બનશે? કારણ કે ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે આવવાની છે. પરંતુ અત્યાર સુધી બંને લહેરમાં ખરેખર જીતનારા બે દેશો ચીન અને દક્ષિણ કોરિયા છે. આ બંને દેશો પ્રથમ લહેરની શરૂઆતમાં આ મહામારીને ડામવામાં સફળ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે વર્ષ 2021 માં પણ ચીનની અર્થવ્યવસ્થા 8 ટકાના દરે વિકાસ કરી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!