GSTV
Home » News » અભિનંદનની મજાક ઉડાવતી એડ પર નારાજ થઇ પૂનમ પાંડે,પોતાના ખાસ અંદાજમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

અભિનંદનની મજાક ઉડાવતી એડ પર નારાજ થઇ પૂનમ પાંડે,પોતાના ખાસ અંદાજમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

વર્લ્ડ કપમા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાનની આ મોસ્ટઅવેઇટેડ મેત પહેલાં બંને દેશો વચ્ચે એડ વૉર પણ જોવા મળી રહી છે. પાકિસ્તાને ભારતના બહાદુર ફાઇટર પાયલટ અભિનંદનને લઇને એક એડ બનાવીને ભારતીય ટીમની મજાક ઉડાવી છે. આ એડ માટે ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર પાકિતાનને જવાબ આપી રહ્યાં છે. હવે પૂનમ પાંડેએ પણ પોતાના અંદાજમાં આ એડ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

હકીકતમાં પૂનમે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બોલ્ડ અંદાજમાં પાકિસ્તાનને જવાબ આપી રહી છે. વીડિયો શેર કરતાં પૂનમે લખ્યું કે, My Answer To The Pakistani AD. પૂનમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. પૂનમે પોતાના વીડિયોમાં અભિનંદનને વૉર હીરો કહ્યો છે.

પૂનમ પાંડેનો જવાબ સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક શેર કરી રહી છે. અગાઉ તેમણે ટીમ ઇન્ડિયા માટે પોતાનો એક બોલ્ડ ફોટો પણ શેર કર્યો હતો.

વીડિયોમાં અભિનંદને ડુપ્લિકેટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી. અભિનંદન વાળી એડ પર પૂનમ પાંડેએ પાકિસ્તાનને જવાબ આપતાં વીડિયો શેર કર્યો. વીડિયોમાં પૂનમે કહ્યું કે, મે વૉટ્સએપ પર આ પાકિસ્તાની એડ જોઇ. વીડિયોમાં તે વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવી રહ્યાં છે. ડિયર પાકિસ્તાન આ બિલકુલ કૂલ નથી.

જણાવી દઇએ કે પૂનમ પોતાના બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. હાલ પૂનમ પર વર્લ્ડ કપનો ફિવર ચડ્યો છે. પૂનમને ચર્ચામાં કેવી રીતે રહેવું તે ખૂબ સારી રીતે આવડે છે.

જણાવી દઇએ કે પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એક સ્ટ્રાઇકમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીના ચર્ચા ફક્ત ભારત સુધી જ સિમિત નથી. દુનિયાભરમાં તેની બહાદુરીની પ્રશંસા થઇ રહી છે. હવે  લિસ્ટમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ થઇ ગયું છે. હકીકતમાં પાકિસ્તાન અભિનંદન પર કંઇક એવું તો ફિદા થયું છે કે તેના આ હટકે અંદાજને પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં પણ સામેલ કર્યો છે.

હકીકતમાં 16 જૂને આઇસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ રમાવા જઇ રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની એડવર્ટાઇઝમેન્ટ વાયરલ થઇ રહી છે. તેમાં વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના લુકમાં એક પાકિસ્તાની મોડેલ ક્રિકેટ પર વાત કરી રહ્યો છે.

વિંગ કમાન્ડરના અંદાજમાં આપ્યો આવો જવાબ

વીડિયોમાં અભિનંદન જેવા દેખાતા મોડેલને 16 જૂને રમાનાર ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વિશે સવાલ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું હશે? ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાનની ટીમનુમ ગેમ સ્ટ્રેટેજી શું હશે? આ તમામ સવાલોના જવાબમાં મોડેલ કહે છે, ‘મને માફ કરો, હું આ વિશેની જાણકારી ન આપી શકું’

વીડિયોમાં મોડેલ અભિનંદનની જેમ ચા પીતો નજરે પડી રહ્યો છે. જો કે કસ્ટડી દરમિયાન સામે આવેલા વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઘણાં શાંત દેખાઇ રહ્યાં હતા. આ નવી એડવર્ટાઇઝમેન્ટમાં અભિનંદન બનેલો પાકિસ્તાની મોડેલ ભયભીત લાગી રહ્યો છે.

Related posts

સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કિડની ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર એચ. એલ. ત્રિવેદીનું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર

Path Shah

તાવ વગર પણ થઈ શકે છે ડેન્ગ્યુ થઈ શકે છે, જાણો આ વિશે

Kaushik Bavishi

ગુજરાત માટે આવી ખુશખબર, આ તારીખોમાં પડશે જોરદાર વરસાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!