GSTV

પૂનમ પાંડે સાથે પતિએ કરી મારપીટ, લગ્ન- હનીમૂનના 21 દિવસમાં જ કરી નાંખ્યા આવા હાલ

પૂનમ

મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેની ફરિયાદના આધારે ગોવા પોલીસે તેના પતિ સેમ બોમ્બેની ધરપકડ કરી છે. પૂનમે સેમ સામે સતામણી અને મારપીટ કરવાની ફરિયાદ નોંધાવી હતી. ખાસ વાત એ છે કે પૂનમના લગ્ન ફક્ત 21 દિવસ અગાઉ જ થયા છે.મીડિયા અહેવાલો પ્રમાણે ગોવા પોલીસે જણાવ્યું કે આ ઘટના દક્ષિણ ગોવાના કાનાકોના ગામની છે, જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

પૂનમે પતિ વિરુદ્ધ કરી ફરિયાદ

દક્ષિણ ગોવાના એસપી પંકજકુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર પૂનમે સોમવારે મોડી રાત્રે સેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે સેમ બોમ્બેએ તેને મોલેસ્ટ કરી છે અને મારપીટ કર્યા બાદ ભયંકર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. સેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ સેમની તબીબી તપાસ કરવામાં આવી હતી.

10 સપ્ટેમ્બરે સેમ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી પૂનમ

પૂનમ પાંડેએ 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર સેમ સાથે તેના લગ્નની ઘોષણા કરી હતી. બંનેએ આ પ્રસંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લગ્નમાં ફક્ત નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયું હતું. પૂનમે શેર કરેલી તસવીરો સાથે લખ્યું હતું, તમારી સાથે સાત જન્મો વિતાવવાની આશા.

પૂનમ

બંને ગયા સપ્તાહે હનીમૂન માટે ગયા હતા. કેટલીક તસવીરોમાં પૂનમે તેને શ્રેષ્ઠ હનીમૂન ગણાવ્યો હતો. આ વર્ષે જુલાઈમાં પૂનમ અને સેમે સગાઈની ઘોષણા કરી હતી.

Read Also

Related posts

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari

કોહલી અને રહાણે એકબીજાના પૂરક છે, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપ્યું નિવેદન

Ankita Trada

IPL 2020: જાણો IPL રમવા ગયેલી મુંબઈ ઇન્ડિયન્સ સાથે કોણ-કોણ ગયું હતું!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!