GSTV

ખેડૂતોને વીમો ચુકવવામાં ઠાગા ઠૈયા કરતી વીમા કંપનીનો મુદ્દો લોકસભામાં ગુંજ્યો

Last Updated on November 26, 2019 by

પ્રિમીયમ લેવામાં પાવરધી અને વીમો ચૂકવવામાં છેલ્લી પાટલીએ બેસી જતી વીમા કંપનીઓને જાણે કોઇને ડર નથી. ત્યારે રાજ્ય સરકારે તો વીમા કંપની પર દબાણ લાવવાની વાત કરી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં બે વખત લોકસભામાં વીમા કંપનીનો મુદ્દો ગાજ્યો છે ત્યારે લોકસભામાં ગાજેલા મુદ્દાની ગુંજ કેટલી ઝડપથી અસર કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

આ શબ્દો એ ખેડૂતોના છે જેઓએ પોતાના પાક વીમા માટે પુરતુ પ્રિમિયમ ચૂકવ્યુ. પણ જ્યારે નુકસાનીની વાત આવી ત્યારે વીમા કંપનીઓની હાથ અધ્ધર કરી દેવાની નીતિનો ભોગ ખેડૂતો બન્યા છે. તે વાત સરકાર પણ જાણે છે. પરંતુ આમ છતા આંખ આડા કાન કરવાની જાણે નીતિ અપનાવાઇ રહી છે. ત્યારે આ મુદ્દો હવે લોકસભામાં પણ ગૂંજ્યો છે. જેમાં થોડા દિવસ પહેલા સાંસદ પરબત પટેલ અને હવે સાંસદ પૂનમ માડમને ખેડૂતોને પાક વીમો મેળવવામાં પડેલી મુશ્કેલીનો અવાજ ઉઠાવ્યો છે.

પરબત પટેલ અને પૂનમ માડમે વીમા કંપનીઓની મનમાની વિષે સમાન પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ આ મામલે તપાસની માંગ પણ ઉઠી છે. વીમા કંપનીઓ તરફથી ખેડૂતોને વળતર મળે તેવો આદેશ આ કમિટી કરે તેવી માંગ પણ પૂનમ માડમે કરી છે. ત્યારે વીમા કંપનીઓની ઠાગાઠૈયાથી ઠગાઇ સુધીની આ નીતિ રીતીથી સરકાર વાકેફ હોવા છતા કેમ પગલા ભરતી નથી તે સવાલ જરૂરથી ઉઠી રહ્યો છે.

ભાજપમાં જ વીમાકંપનીઓ સામે રોષ

રાજ્યમાં પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વિમા કંપની સામે આક્રોશ છે. ત્યારે આ મુદ્દાને જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં પણ ઉઠાવ્યો હતો. તેઓએ વીમા કંપનીઓની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકારી મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટિ હેઠળ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે અને આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કહી છે. વીમાં કંપનીઓ પોતાને જ લાભ થાય તેવી નીતિ અપનાવતી હોવાનો પણ રોષ પુનમ માડમે ઠાલવ્યો છે.

આખરે સીએમ રૂપાણીએ વીમા કંપની સામે લાલ આંખ કરવાની કરી તૈયારી

ફરી એક વખત જીએસટીવી ખેડૂતોનો અવાજ બન્યુ છે અને સરકારના કાન સુધી ખેડૂતોની વ્યથાને પહોંચાડી છે.પાક વીમાને લઇને જીએસટીવીએ પરસેવાની પંચાયત નામે યોજેલી મહાચર્ચામાં ખેડૂતોએ પાક વીમા અંગે કરેલી માંગ બાદ સીએમ રૂપાણીએ વીમા કંપનીઓ પર દબાણ લાવવાની વાત કરી છે.

  • ફરી એકવખત જીએસટીવી બન્યું ખેડૂતોનો અવાજ
  • જીએસટીવીના મંચ પરથી ખેડૂતોએ વ્યક્ત કરી વ્યથા
  • પરસેવાની પંચાયત મહાચર્ચા બાદ સીએમે આપ્યો જવાબ
  • વીમા કંપની પર દબાણ લાવવાની કરી વાત

હંમેશા ખેડૂતોના હક્કની વાત અને વ્યથાને સરકાર સુધી પહોંચાડવાની કામગીરીમાં જીએસટીવી અગ્રેસર રહ્યું છે. કમોસમી વરસાદ અને કરાના કેરથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહેલા ખેડૂતોનો અવાજ બન્યુ છે જીએસટીવી. જીએસટીવીએ પરસેવાની પંચાયત નામે મહા ચર્ચા યોજી. જેમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ પોતાની પાક વીમા અને વળતરને લઇને વ્યકત કરેલી વ્યથા સરકારના કાન સુધી પહોંચી અને સીએમે આ અંગે સ્પષ્ટતા કરી કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની મદદ લઇને વીમા કંપનીઓ પર દબાણ લાવીને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટે પૂરતા પ્રયત્નો કરશે.

નોંધનીય છે કે જાડી ચામડીની વીમા કંપનીઓ સરકારને પણ ગાઠતી નથી. પાક વીમાના વળતરના મામલે ખેડૂતોને ગોળગોળ ફેરવી રહેલી રીઢી વીમા કંપનીઓ પાસેથી વળતર મેળવવું પડકારજનક છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વીમા કંપનીઓ પર દબાણ બનાવાની વાતો થઇ રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકારની વીમા કંપની પર દબાણ લાવવાની વાત કેટલી વજનદાર સાબિત થાય છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!