GSTV
Home » News » આ હિરોઈનની દીકરી મચાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ધૂમ, સારા જ્હાનવી કરતાં પણ છે ગ્લેમરસ લુક

આ હિરોઈનની દીકરી મચાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ધૂમ, સારા જ્હાનવી કરતાં પણ છે ગ્લેમરસ લુક

વિતેલા જમાનાની અભિનેત્રી પૂનમ ઢીલ્લન છેલ્લી વખત પ્રભુદેવાની ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં જોવા મળી હતી. 18 એપ્રિલ, 1962 ના રોજ જન્મેલી પૂનમે 1977 માં ફેમિના મિસ ઇન્ડિયાનાનો ખિતાબ જીત્યો હતો. તેમણે 80 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે છૂટાછેડા પછી પૂનમ સિંગલ મધર રહીને બે બાળકોને ભણાવ્યા ગણવ્યા છે. ત્યારે સ્ટાર કિડના યુગમાં પૂનમની પુત્રી પાલમા ઠાકેરિયા ઢિલ્લોન સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેઓ વારંવાર તેમના બોલ્ડ ફોટાઓ શેર કરે છે, તેથી ચાલો હવે તમને પુલમ ઢિલ્લોનની પુત્રી પાલોમા વિશે જણાવીએ.

સોશિયલ મીડિયા પર પાલોમાના ફોટોઝ જોઈને એવું લાગે છે કે તે બોલીવુડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 22 વર્ષીય પાલોમાના પિતા અશોક ઠાકેરિયા છે. પૂનમ અને અશોકની મળવાની વાત પણ ઘણી રસપ્રદ છે. નિર્માતા-દિગ્દર્શક ઉમેશ મહેરા અને તેમની પત્નીએ એક વખત હોળી પાર્ટી આપી હતી, જ્યાં પૂનમ અશોક ઠાકરેયાને મળ્યા હતા.

અશોકને મળ્યા પહેલા પૂનમ બ્રેકઅપમાં હતી. જ્યારે આ મુશ્કેલવાળા સમયમાં તેઓ બંને એકબીજાની નજીક આવ્યા હતા. અને તેમણે 1988 માં લગ્ન કર્યા. થોડાક સમય બન્ને વચ્ચે બધું સારૂ ચાલી રહ્યુ હતું. પરંતુ અશોક પૂનમને સમય આપી નહોતા રહ્યા. આ કારણે, બંને વચ્ચે અંતર વધવાનું શરૂ થયું અને 1997 માં બન્નેનો સંબંધ સમાપ્ત થયો.

પૂનમ અને અશોકને બે બાળકો હતા. જેમાં પુત્ર અનમોલ અને પુત્રી પાલમા હતા.જ્યારે છૂટાછેડા પછી પૂનમે બાળકો સાથે એકલા રહેવાનું શરૂ કર્યું. કેટલાક સમય પહેલા એવી ચર્ચા હતી કે ભણસાલીની ફિલ્મથી પૂનમ ઢીલ્લોનો દિકરો બોલીવુડમાં ડેબ્યુ કરશે. જ્યારે પાલોમાં સોશીયલ મીડિયા પર સતત એકટીવ રહે છે. ત્યારે તેમની પ્રવૃત્તિઓ જોઈને લાગે છે કે Palomaની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે પાલોમા અને અનમોલ બંને અન્ય સ્ટાર કીડને સખત સ્પર્ધા આપી રહ્યા છે. ત્યારે પાલોમા હાલ ફક્ત 22 વર્ષની છે. તેમણે મુંબઇમાં જમાનાબાઇ નર્સી સ્કુલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે Instagram પર તેમના 32 હજારથી વધુ ફોલોઅર્સ
છે.

જ્યારે પાલોમાના Instagram પૃષ્ઠને તપાસો તો ખબર પડે છે તેઓ તેમની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી છે. તેઓ ઘણીવાર યોગના ફોટા શેર કરે છે. પાલોમાં ઘણીવાર મધર પૂનમ સાથે ફોટોઝ શેર કરે છે જેમાં તે તેની માતાની જેમ દેખાય છે. જો કે, હવે તેના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે જ્યારે પાલોમા ક્યારે બોલીવુડમાં પ્રવેશ કરશે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!