મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાનું નાટક કરનારી પૂજા પાંડેની પતિ સાથે ધરપકડ

મહાત્મા ગાંધીના પૂતળાને ગોળીમારનાર હિંદુ મહાસભાના નેતા પૂજા પાડેય અને તેના પતિ અશોકની પોલીસે ધરપકડ કરી. પૂજા પાંડેયે મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તેઓ વિવાદમાં આવ્યા હતા. સમગ્ર મામલો વધારે ઉગ્ર બનતા પોલીસે અલીગઢના ટપ્પલમાંથી પૂજા પાંડેય અને તેના પતિની ધરપકડ કરી.

30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની પૂણ્યતિથિના દિવસે પૂતળા પર મહાત્મા ગાધીના પોસ્ટર લગાવી પૂજા પાંડેયે ગોળી મારી હતી. સમગ્ર ઘટના સામે આવતા અલીગઢના ગાંધીપાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 12 શખ્સો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જ્યારે કે અત્યાર સુધીમાં પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter