GSTV

પૂજારી ચોધાર આસુંએ રડતા રહ્યા, સુરત મનપા મંદિર પર બુલડોઝર ફેરવતી રહી

Last Updated on September 9, 2021 by pratik shah

ગુજરાતના સુરત માંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સુરતમાં મંદિર તોડવાનો મામલો તૂલ પકડી રહ્યો છે. લોકો સતત વિરોધ કરી રહ્યા છે. મામલો એ છે કે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકાસની રાહમાં રોડું બની રહેલું વર્ષો જુના રામદેવપીર મંદિરને ભારતીય જનતા પાર્ટી શાસિત સુરત મહાનગરપાલિકાના આધિકારીઓએ જમીન દોસ્ત કરી દીધું છે.

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ આ વિસ્તારના વર્ષો જુના મંદિરને તોડી પાડવા પહોંચ્યા હતા, મામલાની જાણ થતા જ સ્થાનિક લોકોનો જમાવડો થઈ ગયો હતો. અને મંદિર તોડવાનો વિરોધ પણ થઈ રહ્યો હતો. ત્યાં હાજર પોલીસ કર્મીઓએ પણ લોકોને શાંત રહેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બહોળી સંખ્યામાં પોલીસદળ પણ હાજર હતું.

જેવો વિરોધનો વંટોળ વધ્યો તો તુંરતજ પોલીસ એક્શનમાં આવી ગઈને વિરોધ કરનારની ટીંગા ટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. વાલ્મિકી સમાજના આરાધ્યા બાબા રામદેવપીરનું વર્ષો જુના મંદિરને ભારે વિરોધ વચ્ચે બુલડોઝર ફેરવી દીધું હતું. પેઢીઓથી આ મંદિરમાં પૂજા પાઠ કરનારા પુજારી મધુભાઈ માવજી ભાઈ ચોંધાર આંસુએ રડ્યા હતા, અને અધિકારીઓને ઘણા સમજાવ્યા હતા પરંતુ તેમની કોઈએ એક પણ સાંભળી નહી.

પરંતુ આ આંસુઓનું મનપા અને પોલીસ અધિકારીઓ પર કોઈ અસર થઈ નહોતી, અને મંદિરને જમીનદોસ્ત કરી દીધું હતું. મંદીર તોડવાની કાર્યવાહીને લઈને હિંદુ સંગઠન અને સોશીયલ મીડિયા પર લોકોને ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે.લોકો સવાલ કરી રહ્યા છે કે આ મંદિર જો અન્ય કોઈ સરકારમાં તૂટ્યું હોત તો ભાજપ દેશભરમાં આંદોલન શરૂ કરી દેત, પરંતુ મંદિર ખુદ ભાજપાના શાસિત રાજ્યમાં તૂટ્યું છએ તો ભાજપ ઉફ પણ નહી કરે.

READ ALSO

Related posts

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!