ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડેને મુંબઈથી ફલાઈટમાં જતી વખતે માઠો અનુભવ થયો હતો. તેની કોશ્ચ્યુમ આસિસ્ટન્ટ સાથે ઈન્ડિગો એરલાઈન્સના એક કર્મચારી દ્વારા તોછડાઈ અને ધાકધમકીથી વાત કરવામાં આવી હોવાનો આરોપ પૂજાએ લગાવ્યો હતો.પૂજાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યા બાદ ઈન્ડિગો વતી સમગ્ર ઘટના અંગે માફી માગવામાં આવી હતી.
પૂજાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈન્ડિગોના એક કર્મચારીનું નામ લઈને આક્ષેપ કર્યો હતો કે તેણે બહુ ઉદ્ધત અને ઘમંડી વર્તાવ કર્યો હતો અને ધમકી પણ આપી હતી. પૂજાએ કહ્યું હતું કે સામાન્ય રીતે પોતે આવા બનાવ અંગે સોશિયલ મીડિયા પર કશું લખતી નથી પરંતુ આ વખતે તેને ખરેખર આઘાત લાગ્યો છે.
એ પછી ઈન્ડિગો વતી પૂજાની માફી માગવામાં આવી હતી અને તેને કંપનીનો વ્યક્તિગત સંપર્ક સાધવા જણાવાયું હતું. પૂજાએ તેના જવાબમાં લખ્યું હતું કે માફી માગવી હોય તો મારા કોશ્ચ્યુમ આસિસ્ટન્સની માફી માગવી જોઈએ તેની સાથે ગેરવર્તન થયું છે. કોઈ ક્યાંથી આવે છે તેનો ખ્યાલ રાખ્યા વિના સૌ સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. પૂજા અને કંપની વચ્ચેના કમ્યુનિકેશન પરથી એવો ખ્યાલ આવે છે કે પૂજાની સાથેના કોશ્ચ્યુમ આસિસ્ટન્ટનાં પર્સને ઈન કેબિન બેગેજ ગણવા બાબતે કોઈ વિવાદ થયો હશે.
પૂજાની આ સોશિયલ મીડિયા પોસ્ટના મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. કેટલાક લોકોએ એરલાઈન્સ સ્ટાફના તોછડા વર્તાવની ફરિયાદ કરી છે તો કેટલાકે લખ્યું છે કે ફિલ્મ સેલિબ્રિટીઓને દર વખતે વીવીઆઈપી ટ્રીટમેન્ટની અને દરેક વખતે લોકો તેમની તહેનાતમાં રહે તેવી ટેવ પડી ગઈ હોય છે. આવી બાબતોએ જાહેરમાં પોસ્ટ કરવાની કોઈ જરૂર ન હતી.
કેટલાક લોકોએ ઈન્ડિગો એરલાઈન્સના તાજેતરના એક કિસ્સાને પણ ટાંક્યો છે જેમાં શારીરિત રીતે પડકારજનક સ્થિતિ ધરાવતા એક બાળકને ફ્લાઇટમાં બોર્ડ કરવા દેવાયું ન હતું. બાદમાં આ અંગે ડીજીસીઆઈ દ્વારા ઈન્ડિગોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
Read Also
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ
- એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ