GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીના વીડિયો પર ભડકી પૂજા ભટ્ટ, ઉઠાવ્યા આ સવાલો

કોરોના વાયરસને કારણે સરકારે દેશભરમાં 31મી મે સુધી લોકડાઉન લાદી દીધું છે. આવામાં લોકો મનોરંજન માટે સોશિયલ મીડિયાનો આધાર લઈ રહ્યા છે. જોકે તેમાં નવા વિવાદો પણ શરૂ થઈ જતા હોય છે. ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીના એક વીડિયોથી નવો વિવાદ શરૂ થયો છે.

એસિડ એટેકને પ્રમોટ કરવાનો આક્ષેપ

તેણે ટિકટોક પર એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં એસિડ એટેકને પ્રમોટ કરવાનો આક્ષેપ કરાયો છે. વિરોધ કરનારાની યાદીમાં એક્ટ્રેસ અને પ્રોડ્યુસર પૂજા ભટ્ટનું નામ પણ સામેલ છે. પૂજા ભટ્ટે આ વીડિયો સામે નારાજગી વ્યક્ત કરીને એક ટ્વિટ પણ કરી છે. વાયરલ વીડિયોમાં ફૈઝલ એક છોકરાની એક્ટિંગ કરે છે જેમાં તે પોતાના પ્યારને છોડી દેવાનું દુઃખ વ્યકત કરે છે અને કહે છે કે તેણે તને છોડી દીધી જેના માટે તે મને છોડી દીધો હતો. આમ કહીને તે પ્રેમિકા પર કાંઇક ફેંકે છે જે એસિડ હોય છે. જેને કારણે તે છોકરીનો ચહેરો ખરાબ થઈ જાય છે. આ મામલે રાષ્ટ્રીય મહિલા પંચ પણ સક્રિય બની ગયું છે. તેમણે સિદ્દીકી પર કેસ કરવાની તૈયારી કરી છે.

READ ALSO

Related posts

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

Mansi Patel

NEET, JEE પરીક્ષા ફરીથી સ્થગિત થવાની સંભાવના! ભલામણો બાદ થઈ શકે છે મોટી જાહેરાત

Ankita Trada

મધદરિયે તરતી શાર્ક માછલીને ઉપાડી આકાશમાં ઉડી ગયું આ પક્ષી, વિડિયો જોશો તો ઉડી જશે હોશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!