GSTV
Home » News » તમિલનાડુમાં જલ્લીકટ્ટુની થઈ શરૂઆત, હજારથી વધારે ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

તમિલનાડુમાં જલ્લીકટ્ટુની થઈ શરૂઆત, હજારથી વધારે ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

તમિલનાડુમાં જલ્લીકટ્ટુની શરૂઆત થઈ છે. મદુરાઈ અને અવનિયાયુરમમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક હજારથી વધારે  ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જલ્લીકટ્ટુ માટે સોમવારે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું.  આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલ્લીકટ્ટુમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ખેલમાં બુલ ટેમ્પર પણ સિમિત રાખવામાં આવ્યા છે.

જલ્લીકટ્ટુમાં ભાગ લઈ રહેવા બળદનું પશુ ચિકિત્સા કેન્દ્રમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. જલ્લીકટ્ટુ દરમ્યાન એક હજારથી વધારે પોલીસ જવાનોને તેનાત કરીને સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ખેલ દરમ્યાન ઘાયલ થયેલા  ખેલાડીઓને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કેમ્પમાં શરૂ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, તામિલનાડુમાં સુપ્રીમ કોર્ટે 2014માં જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે 2017માં વિરોધ પ્રદર્શન બાદ તામિલનાડુ સરકારે બિલ પાસ કરીને જલ્લીકટ્ટુને મંજૂરી આપી દીધી હતી. 

Related posts

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah

કર્ણાટક સંકટ: યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટ પર અડગ, ભુખ્યા રહેશુ પણ આજે જ કરાવો વોટિંગ

Kaushik Bavishi

રાજ્યસભામાં સાંસદોએ કર્યુ આવુ વર્તન કે ઉપસભાપતિ થયા નારાજ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!