GSTV

આરોગ્ય/ દરરોજ ખાઓ આ જાદુઇ ફળ, ડાયાબિટિસ-આર્થરાઇટિઝ અને હાર્ટની બિમારીઓ રહેશે દૂર

ફળ

Last Updated on October 28, 2021 by Bansari

Anaar Khane Ke Fayde: દાડમને પોષણનું પાવરહાઉસ કહેવામાં આવે છે. દાડમના બીજમાં રહેલા ફાઈટોકેમિકલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન-સી હજારો વર્ષોથી ઔષધીય ગુણો તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ સિવાય તે અમેરિકા, અફઘાનિસ્તાન, રશિયા, ચીન અને જાપાનમાં પણ ઉગે છે.

દાડમના લાલ રંગમાં પૉલીફેનોલ્સ જોવા મળે છે જે એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. સ્ટડીઝ અનુસાર, દાડમમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો આર્થરાઇટીઝ એટલે કે હાડકાના વિકારોમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય દાડમનો રસ ધમનીઓને સુધારીને બ્લડ ફ્લોને સુધારવાનું પણ કામ કરે છે. તેને ડેઇલી ડાયેટમાં સામેલ કરવાથી બ્લડ સુગર, બ્લડ પ્રેશર, રોગપ્રતિકારક શક્તિ, પાચન અને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

ફળ

આયુર્વેદ નિષ્ણાતોએ પણ દરરોજ દાડમ ખાવાના ફાયદાઓ ગણાવ્યા છે. દાડમ ખાવાથી વધુ પડતી તરસ અને બળતરાથી રાહત મળે છે. તે આપણા સ્પર્મ કાઉન્ટ અને સીમેન ક્વોલિટીમાં સુધારો કરે છે. સરળતાથી સુપાચ્ય દાડમ ડાયેરિયા, અંટસ્ટાઇનલ ડિસોર્ડર અને અલ્સેરેટિવ કોલાઇટિસની સમસ્યાને દૂર કરે છે. દાડમ ખાવાથી મગજ તેજ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ, બોડી સ્ટ્રેંથ વધે છે.

હાયપરટેન્શન અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરનાર દાડમ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું કહેવાય છે. તેમાં રેડ વાઈન અને ગ્રીન ટી કરતાં ત્રણ ગણા વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તેથી તેને બેસ્ટ એન્ટી-ઈન્ફ્લેમેટરી ફૂડ કહેવું ખોટું નહીં હોય. તે ફ્રી રેડિકલ દૂર કરે છે. કોષોને નુકસાનથી બચાવે છે અને ઇન્ફ્લેમેશનની સમસ્યામાં રાહત આપે છે.

ફળ

દાડમને ફાઈબર, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-કે અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એક દાડમ શરીરમાં ફોલેટની દિવસની એક ચતુર્થાંશ જરૂરિયાત પૂરી કરે છે, જ્યારે વિટામિન-સીની દૈનિક જરૂરિયાતનો એક તૃતિયાંશ ભાગ તેમાંથી પૂરો થાય છે. તે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આયુર્વેદ અનુસાર, મીઠુ દાડમ ત્રિદોષ (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક છે, જ્યારે ખાટા દાડમ વાત અને કફને સંતુલિત કરે છે અને પિત્તને વધારે છે. દાડમ આપણી ત્વચા, વાળ અને આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Read Also

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!