GSTV

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

સાબરકાંઠામાં હિંમતનગર નજીક આવેલા પોળો ફોરેસ્ટમાં શનિવાર-રવિવારના દિવસોમાં 20થી 25 હજાર પ્રવાસીઓ ઉમટે છે. ત્યારે પ્રવાસઓને સુવિધા માટે પોળો જંગલ નિહાળવા સાબરકાંઠાના કલેક્ટરે 20 જેટલી બસ મુકવા નિર્ણય લીધો છે. તેવામાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે તેનો વિરોધ કર્યો છે.

કોટવાલ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો આ નિર્ણય સ્થગિત કરવા રજૂઆત કરી. કોટવાલે પત્રમાં કલેક્ટરે પોતાના મળતીયાઓને લાભ આપવા નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કલેક્ટરે કલમ 144નો ભંગ કર્યો હોવાની પણ રજૂઆત કરી. કોટવાલે કહ્યું કે લગ્ન જેવા પ્રસંગોમાં 50થી વધુ લોકોને મંજૂરી અપાતી નથી. તેવામાં પોળો ફોરેસ્ટમાં વિકએન્ડમાં 20 હજારથી પણ વધુ સહેલાણીઓ આવે છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનને સાઉદી અરેબીયાએ આપ્યો મોટો ઝટકો, ગિલગીટ-બાલ્ટિસ્તાન અને POK ને નકશામાંથી હટાવ્યા

Karan

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!