GSTV

કામના સમાચાર / હવેથી દેશભરમાં તમામ વ્હીકલો માટે બનશે એક સમાન PUC સર્ટિફિકેટ, જાણો સરકારના નવા નિયમ વિશે

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

વન નેશન, વન રાશન કાર્ડ અંતર્ગત હવે તમારા વ્હીકલનું પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) પણ દેશભરમાં એક જેવું જ હશે. નવી વ્યવસ્થા અંતર્ગત તેની અનેક વિશેષતાઓ પણ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ દેશભરમાં તમામ વ્હીકલોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માટે એક સમાન ફોર્મેટ બનાવવા માટેની સૂચના રજૂ કરી છે. PUC ડેટાબેસને નેશનલ રજિસ્ટર સિસ્ટમ સાથે જોડવામાં આવશે જેથી તમારા વ્હીકલની માહિતીની સાથે સાથે પોલ્યુશન કંટ્રોલનો પણ સરકાર પાસે રેકોર્ડ રહે.

કેન્દ્રીય મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 માં ફેરફાર બાદ PUC ફોર્મ પર QR Code છપાયેલો હશે, જેમાં વ્હીકલ, માલિક અને જે-તે સમયની વિગતો દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયએ કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ 1989 અંતર્ગત દેશભરમાં જારી કરવામાં આવેલા PUC સર્ટિફિકેટના સામાન્ય ફોર્મેટ માટે 14 જૂન, 2021 ના રોજ સૂચના આપવામાં આવી છે.

દેશભરમાં એકસમાન હશે પીયુસી મોડેલ

સરકારના જાહેરનામા મુજબ દેશભરમાં એકસમાન પીયુસી ફોર્મેટ રજૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી ગુપ્ત રહેશે. એટલે કે, વાહન માલિકનો મોબાઇલ નંબર, નામ અને સરનામું, એન્જિન નંબર અને વાહનનો ચેસીસ નંબર વગેરે ગુપ્ત રહેશે. ફક્ત છેલ્લાં ચાર અંકો જ દેખાશે. ક્યૂઆર કોડ ફોર્મ પર છાપવામાં આવશે. તેમાં પીયુસી સેન્ટર વિશે સંપૂર્ણ માહિતી હશે.

રિજેક્શન સ્લિપ પણ કામ આવશે

આ સાથે જ જો વાહન ઉત્સર્જનના ધોરણોને પૂર્ણ કરતું નથી, તો તેને પ્રથમ વખત રિજેક્શન સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપનો ઉપયોગ વાહનને સર્વિસ કરવા અથવા અન્ય કોઈ પણ કેન્દ્ર પર ચેક કરવા માટે કરી શકાય છે. બની શકે કે તે પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રનાં ઉપકરણો યોગ્ય રીતે કામ કરી રહ્યાં ન હોય. આવી સ્થિતિમાં, તમે રિજેક્શન સ્લિપના આધારે બીજા કેન્દ્ર પર પણ તેની તપાસ કરી શકશો.

મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે એલર્ટ મેસેજ

પીયુસી માટે વાહન માલિકનો મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે, જેના પર ચકાસણી અને ફી માટે એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. જો સક્ષમ ઓથોરિટીને એવું માનવાનું કારણ છે કે, કોઇ મોટર વાહન પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન નથી કરી રહ્યું તો તે વાહનના ડ્રાઇવર અથવા પ્રભારીને પ્રદૂષણ કેન્દ્ર પર તપાસ માટે સૂચિત કરી શકાય છે. જો અધિકારીઓ ઇચ્છે તો તેઓ લેખિતમાં અથવા મોબાઇલ-ઇમેઇલ વગેરે દ્વારા પણ ઇલેક્ટ્રોનિક રૂપે માહિતી આપી શકે છે.

કાર્યવાહી – દંડ ભરવો પડશે, RC પણ રદ થઇ શકે

જો વાહનચાલક પોલ્યુશન તપાસ માટે વ્હીકલ હાજર નથી કરતો અથવા તો પછી તેના વ્હીકલ પોલ્યુશન કંટ્રોલના ધોરણો પર ઉણું નહીં ઉતરે તો તેની પર કડક કાર્યવાહી થશે. તેની ઉપર દંડ પણ ચાર્જ કરી શકાય છે.

કાર્યવાહીના રૂપમાં નિયમો અનુસાર, પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ પ્રસ્તુત કરવાથી લઇને વ્હીકલનું રજિસ્ટ્રેશન અથવા પરમિટ પણ રદ કરી શકાય. આ પ્રકારે નિયમ લાગુ કરાવવાથી આઇટી સક્ષમ થશે અને પ્રદૂષણ ફેલાવતા વ્હીકલો પર પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Smartphone Tips And Tricks: Photo અને Videoથી ભરાઈ ગયો છે તમારો ફોન, સમાપ્ત થઈ ગયુ છે સ્ટોરેજ? તો આ ધમાકેદાર Trickથી કરો જગ્યા

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!