GSTV

ધ્યાન રાખજો! ગાડીમાં સાથે નહી રાખો પોલ્યૂશન સર્ટિફિકેટ તો ભરવો પડશે આટલો દંડ, અહીંયા જાણો કેટલી છે જોગવાઈ

Last Updated on February 14, 2021 by Ankita Trada

પોલ્યૂશન નિયંત્રણ પ્રમાણ પત્રને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. બધા પ્રકારની ગાડીઓ માટે PUC સર્ટિફિકેટ જરૂરી હોય છે. આ સર્ટિફિકેટના આધાર પર શોધ કરવામાં આવે છે કે, ગાડી નક્કી ધોરણોથી વધારે પોલ્યૂશન છોડી રહ્યુ છે કે નહી. પોલ્યૂશન લેવલ તપાસ કર્યા બાદ જ આ સર્ટિફિકેટને ઈશ્યૂ કરવામાં આવે છે. લગભગ દરેક પેટ્રોલ પંપ પર પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખુલેલુ છે. જે હેઠળ કોઈપણ વ્યક્તિ હવે પોતાની ગાડીનું પોલ્યૂશન લેવલ ચેક કરાવી શકે છે. જણાવી દઈએ કે, પોલ્યૂશન તપાસ કેન્દ્ર રાજ્ય સરકારના ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રમાણિત હોય છે.

કેન્દ્ર પર કોમ્પ્યૂટર બેસ્ડ ગેસ એનાલાઈઝર

PUC સર્ટિફિકેટ અન્ય રાજ્યોમાં પણ માન્ય હોય છે. જો કોઈ વ્યક્તિ દિલ્હીમાં પોતાની ગાડીનું પોલ્યૂશન સર્ટિફિકેટ બનાવે છે તો અન્ય રાજ્યોમાં પણ તે સર્ટિફિકેટ માન્ય હશે. પોલ્યૂશન તપાસ કેન્દ્ર પર કોમ્પ્યૂટર બેસ્ડ ગેસ એનાલાઈઝર હોય છે, જે તમારી ગાડીના પોલ્યૂશન લેવલને સરળતાથી ચેક કરી લે છે. જો કોઈ ગાડીમાંથી જરૂરિયાતથી વધારે પોલ્યૂશન નીકળી રહ્યુ છે, તો સર્ટિફિકેટ આપવામાં આવતુ નથી. ડીઝલ અને પેટ્રોલ ગાડીઓમાં પોલ્યૂશન ચેક કરવાની પ્રક્રિયા અલગ-અલગ હોય છે.

નવી ગાડીઓ માટે PUC સર્ટિફિકેટ આટલા સમય સુધી જરૂરી નહી

નવી ગાડીઓ માટે PUC સર્ટિફિકેટ લેવું જરૂરી હોતું નથી. નવી ટૂ-વ્હીલર ગાડીઓ માટે PUC ત્રણ મહીના સુધી વેલિડ રહે છે. જ્યારે ત્યારબાદ ત્રણ મહિના પર નવું સર્ટિફિકેટ લેવું પડે છે. જણાવી દઈએ કે, જો તમારી ગાડીમાંથી વધારે પોલ્યૂશન નીકળી રહ્યુ છે તો જલ્દીથી જલ્દી તેની સર્વિસિંગ કરાવી લો.

લાગી શકે છે 10 હજાર રૂપિયા સુધીનો દંડ

પોલ્યૂશન વગર સર્ટિફિકેટના 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. આ સ્થિતિમાં ઉચિત કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. મોટર વ્હીકલ કાયદા હેઠળ હવે પોલ્યૂશન સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી છે.

ગ્રીન ટેક્સના સંબંધમાં મોકવામાં આવી રહ્યો છે પ્રસ્તાવ

પર્યાવરણ સુરક્ષાને જોતા મુખ્ય ફેરફારની હેઠળ કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક પ્રસ્તાવને મંજૂરી આપે છે. ખરેખર ટ્રાંસપોર્ટથી જોડાયેલ 8 વર્ષથી જૂના બધા વાહનોને હવે ગ્રીન ટેક્સ આપવો પડશે. આ ટેક્સ રોડ ટેક્સના 10-25 ટકાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવને જાણ કરતા પહેલાં આ કેસમાં રાજ્યો પાસેથી મત લેવામાં આવશે. રાજ્યોની પાસે આ પ્રસ્તાવને મોકલવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!