GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

વડોદરા શહેરમાં પીવાના પાણી પ્રશ્ને હાલ ગંભીર સ્થિતિ સર્જાઇ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસે છેલ્લા કેટલાક મહિનાથી મળતા દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી મળતા પાણીના કકળાટના મુદ્દે આજે આક્રમક બનીને કોર્પોરેશન ખાતે હલ્લા બોલ કર્યો હતો અને સભાગૃહની બહાર લોબીમાં જ સૂઇ જઇ ઉગ્ર દેખાવો કર્યા હતા જેમાં મેયર ડો. જીગીશાબેન શેઠને સભાગૃહમાં જતાં અટકાવી ચારેબાજુથી ઘેરી લઇ ધક્કે ચડાવતા મેયર કફોડી હાલતમાં  મૂકાઇ ગયા હતા. કોંગ્રેસની  આ ધમાચકડીમાં મેયર પણ ગભરાઇ જતાં તેમને માંડમાંડ સભાગૃહમાં લવાયા હતા. મેયરની આ હાલત જોઇ પોલીસ અને મ્યુનિ. કમિશનર પણ સભાગૃહમાં દોડી આવ્યા હતા.

છેલ્લા આઠ મહિનાથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન

વડોદરા શહેરમાં છેલ્લા આઠ મહિનાથી પીવાના ગંદાપાણીના પ્રશ્નની સાથે પુરતુ પાણી પ્રેશરથી મળતું નથી. આશ્ચર્યની વાત એ છે કે વરસાદથી આજવા સરોવર છલકાયું છે અને મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે છતાં વડોદરા શહેરમાં પાણીના ધાંધિયા થયા છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પ્રશ્ને માટલા ફોડ કરી દેખાવો યોજી સુત્રોચ્ચારો સાથે લોક મોરચા કાઢી રહ્યા છે. અને મ્યુનિ. કોર્પોરેશનના તંત્રની ગુનાઇત બેદરકારી વિરૃધ્ધ આક્રોશ પણ ઠાલવી રહ્યા છે.

અવાર-નવાર કરવામાં આવે છે દેખાવો

દરમ્યાનમાં છેલ્લા કેટલાકે સમયથી વડોદરા કોંગ્રેસ દ્વારા પણ અવારનવાર દેખાવો કરવામાં આવે છે અને પાણી પ્રશ્ને આવેદનપત્ર આપી પાણીની સમસ્યા હલ કરવા વારંવાર માંગણી કરતા રહ્યા છે આજે શહેર કોંગ્રેસનાં પ્રમુખ, અને કોર્પોરેશનના વિપક્ષ નેતાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું. આજે કોર્પોરેશનની સમગ્ર સભા મળવાની હતી તે અગાઉ દેખાવો સાથે વિરોધ શરૃ કરાયો હતો. કુંભ કર્ણની નિદ્રામાંથી તંત્રને જગાડવા ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર બાદ સભા ગૃહની બહાર અને લોબીમાં જ કોંગ્રેસના આગેવાનો કોર્પોરેટરો અને કાર્યકરો સુઇ ગયા હતા અને પાણી પ્રશ્ને વિરોધ શરૃ કર્યો હતો. સભાગૃહમાં જતાં ભાજપના કોર્પોરેટરોને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ભાજપના કોર્પોરેટરો લોભીમાં સુઈ ગયા

દરમ્યાન ભાજપના કેટલાક કોર્પોરેટરો લોબીમાં સુઇ ગયેલા કોંગ્રેસી કોર્પોરેટરો પરથી કુદી-કુદીને પાછલા દરવાજેથી સભાગૃહમાં પહોંચી ગયા હતા. સભા પૂર્ણ થયા પછી મેયર ડો. જીગીશાબેન શેઠ તથા અન્ય મહિલા કોર્પોરેટરો મેયરની રૃમમાંથી નીકળી સભાગૃહ તરફ જતા હતા ત્યારે કોંગ્રેસી કાર્યકરોએ તેઓને સભાગૃહમાં જતા રોકયા હતા. મેયર સમક્ષ પાણીપ્રશ્ને તેઓએ ઉગ્ર રોષ ઠાલવી સુત્રોચ્ચાર કર્યા હતા.

મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા

મેયરને મહિલા કોર્પોરેટરો કોર્ડન કરીને સભાગૃહ તરફ લઇ જતા હતા ત્યારે કાર્યકરોએ મેયરને ધક્કો ચડાવ્યા હતા. જેથી ભારે હોબાળો મચી ગયો હતો.સતત પાંચ-દશ મિનિટ સુધી મેયરને ધક્કે ચડાવાયા હતા તેમને બચાવવા કોંગી કાર્યકરો સાથે મેયરની સાથે રહેલા ભાજપના મહિલા કોર્પોરેટરો ઉતરી પડયા હતા. આખરે  ભાજપના મહિલાકોર્પોરેટરો મેયરને લઇને સભા ગૃહમાં અંદર આવીને બેઠા હતા ત્યારે તેમને ખબર પડી કે સભા પૂરી થઇ ગઇ છે.

READ ALSO

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!