GSTV
Election Analysis 2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

મતદાનના રેકોર્ડ / જાણો ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન ક્યાં અને ક્યારે નોંધાયું હતું

દરેક ચૂંટણી વખતે મહત્તમ મતદાન થાય એવા પ્રયાસો ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા થતાં હોય છે. તો પણ 70 ટકા કરતાં વધારે મતદાન ભાગ્યે જ નોંધાતુ હોય છે. વધુમાં વધુ મતદાન નોંધાય એ લોકશાહીની મજબૂતીની નિશાની છે. પણ વખત કેટલાક મતદાતાઓને લોકશાહી કે તેની મજબૂતીમાં રસ હોતો નથી. એટલે મતદાન કરવા જતાં નથી.

ગુજરાતમાં 1692થી 2012 સુધીમાં યોજાયેલી 11 વિધાનસભા ચૂંટણીઓમાં સરેરાશ 57.65 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધારે મતદાન 1995ની ચૂંટણીમાં દિયોદર બેઠક પર નોંધાયુ હતું. એ વખતે દિયોદરના 1,44,473 મતદારોમાંથી 85.30 ટકા એટલે કે 1,23,238 મતદારોએ મતદાન કર્યું હતું. એ જ વર્ષે વિજાપુર બેઠક પર પણ 80.72 ટકા જેવું તોતિંગ મતદાન નોંધાયુ હતું.


દાહોદની લિમખેડાના નામે સૌથી ઓછા મતદાનનો વિક્રમ છે. 1985ની ચૂંટણીમાં આ બેઠક પર 18.62 ટકા જેવું નજીવુ મતદાન થયું હતું. કુલ 1,04,006 પૈકી 19,369 મતદાતાઓ જ મત આપવા ગયા હતાં. જોકે ત્યાં ઓછુ મતદાન થવાનું એક કારણ લિમખેડાની ભૌગોલિક પરિસ્થિતિ પણ છે. ઉબડ-ખાબડ પહાડી ભુપુષ્ઠ, વાહનવ્યવહારની નહીં જેવી સગવડો, દુર્ગમ વિસ્તારો.. વગેરે કારણોસર મતદારો સરળતાથી મતબૂથ સુધી જઈ શકતાં નથી.

જામનગર ગ્રામ્ય, સુરત શહેર પશ્ચિમ, રાજકોટ ગ્રામ્ય, લિમડી વગેરે બેઠકો પણ ઓછુ મતદાન કરવા માટે કુખ્યાત છે. 1980 પછીની તમામ ચૂંટણીઓમાં જામનગર ગ્રામ્ય બેઠક ઓછું મતદાન કરનારી બેઠકોમાં સ્થાન પામી છે.

1985ની ચૂંટણીમાં ઓછા મતદાન કરનારા મતદાતાઓમાં ઉછાળો આવ્યો હતો. એ વખતે 16 બેઠકો એવી હતી જેમાં ૩૫ ટકા કે તેનાથી ઓછુ મતદાન થયું હોય. એ વખતે સૌથી વધારે 76.71 ટકા મતદાન ચણાસ્મા બેઠક પર નોંધાયુ હતું.

વધારે મતદાન કરવામાં 1995ની ચૂંટણીએ વિક્રમ કર્યો છે. એ વર્ષે 75 ટકાથી વધારે મતદાન થયું હોય એવી બેઠકોની સંખ્યા 21 હતી. એમાં પણ દિયોદરમાં 85.30 અને વિજાપુરમાં 80.72 ટકા જેવુ જંગી મતદાન નોંધાયુ હતું. એક બેઠક પર સૌથી વધારે મતદાનનો વિક્રમ પણ દિયોદરના નામે જ છે.

1980ની ચૂંટણી વખતે 28 બેઠકો એવી હતી જેમાં 40 ટકાથી ઓછુ મતદાન થયું હતું. એમાંય સાત બેઠકોનું મતદાન તો 30 ટકા કરતા પણ ઓછુ હતું.

1962ની પહેલી ચૂંટણી વખતે કુલ 1,06,94,972 મતદારો હતા જે 2012માં વધીને 3,78,15,306 થયા હતા. મતલબ કે 50 વર્ષમાં ગુજરાતમાં2.82 કરોડ મતદારો વધ્યા છે. પણ મતદાનની ટકાવારીમાં ખાસ વધારો થયો નથી. 1962ની પહેલી ચૂંટણીમાં 63.70 ટકા મતદાન થયું હતું.

આદર્શ રીતે એ પછીની દરેક ચૂંટણીમાં ૬૩ ટકા અથવા તેનાથી વધારે મતદાન થવું જોઈએ. જો એમ થયું હોત તો ગુજરાતના મતદારો ખરેખર જાગૃત્ત થયા છે એમ કહી શકાત. પણ એવું થયું નથી. મતદાનમાં સતત વધઘટ થતી રહી છે.

ક્યાં વર્ષે કેટલું મતદાન નોંધાયું?

  • 1967માં 63.70 ટકા
  • 1972માં 58.10 ટકા
  • 1975માં 60.09 ટકા
  • 1980માં 48.37 ટકા
  • 1985માં 48.82 ટકા
  • 1990માં 52.20 ટકા
  • 1995માં 64.39 ટકા
  • 1998માં 59.30 ટકા
  • 2002માં 61.51 ટકા
  • 2007માં 59.77 ટકા

મતદાનની ટકાવારી જ નહી, મતદાતાઓની સંખ્યામાં પણ વધારા પછી ઘટાડો નોંધાયો છે. રાજ્યની વસ્તી સતત વધતી રહી છે એટલે મતદારો વધવા જોઈએ, ભલે મતદાન ઓછુ થતું હોય. પણ મતદારોની સંખ્યામાં 1998ની ચૂંટણીમાં ઘટી હતી. 1995માં ગુજરાતમાં 2,90,21,184 મતદારો હતા. તેની સામે 1998ની ચૂંટણી વખતે સંખ્યા ઘટી 2,87,74,443 થયા હતા. મતલબ કે 2,46,741 મતદારો ઘટયા હતાં.

READ ALSO

Related posts

કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે

Nakulsinh Gohil

હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો

Nakulsinh Gohil

બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ,  8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ

Nakulsinh Gohil
GSTV