GSTV
Home » News » લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થયુ હતુ. 918 ઉમેદવાર મેદાનમાં હતા. રવિવારે ઉત્તર પ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8 અને ચંદીગઢની 1 સીટ પર મતદાન ચાલી રહ્યુ છે. સાતમાં તબક્કામાં 6 વાગ્યા સુધીમાં કુલ 60.21 ટકા મતદાન થયુ છે. જેમાં બિહારમાં 49.90%, હિમાચલ પ્રદેશમાં 66.18%, મધ્યપ્રદેશમાં 69.38%, પંજાબમાં 58.81%, ઉત્તરપ્રદેશમાં 54.37%, વેસ્ટબંગાળમાં 73.05%, ઝારખંડમાં 70.5% અને ચંદીગઢમાં 63.57% મતદાન થયુ છે.

ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં 542 સીટો પર મતદાન પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. અને કહ્યુ હતુકે, સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. આ તબક્કામાં 7.27 કરોડ મતદાતાઓએ ભાગ લીધો હતો. જેમાં 3.47 કરોડ મહિલાઓ હતી અને 3.37 કરોડ ટ્રાન્સજેન્ડર હતા.

READ ALSO

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!