GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉન: સોસાયટીમાંથી બહાર નિકળતા પહેલા સો વાર વિચારજો, ઘરમાંથી કંટાળી બહાર નિકળ્યા તો જેલભેગા થયા

લૉકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેતા લોકોને નાકે દમ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હજૂ ઘણા દિવસ લૉકડાઉનના ભાગરૂપે ઘરમાં કેદ રહેવાનું છે, ત્યારે લોકો કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વિના એકઠા થતા પોલીસે આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.

સોસાયટી બહાર ગપાટા મારવા બહાર આવ્યા, પોલીસ ઉપાડી ગઈ

અમદાવાદના સેટેલાઇટ પોલીસે એક જ દિવસે બે ફરિયાદ નોંધી હતી. જે મુજબ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલ પાસે ચારથી વધુ લોકો ટોળે વળીને ઉભા હતા. જેથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ તમામની પૂછપરછ કરી હતી અને ભેગા થવાનું કારણ પૂછ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, તેઓ એક બીજાને ઓળખે છે અને સમય પસાર કરવા ભેગા થયા છે. જેથી પોલીસે આ તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લૉકડાઉનની ગંભીરતા જનતા નથી સમજતી

સાથે જ રાજીવનગર ચાર રસ્તા ખાતે પણ કેટલાક લોકો ટોળે વળીને ઉભા હોઈ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કારણ પૂછતાં તેઓએ પણ એકબીજાને ઓળખતા હોવાથી સમય પસાર કરવા ભેગા થયાનો જવાબ આપતા પોલીસે તેમની પણ ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ, સોસાયટી બહાર સમય પસાર કરવા નીકળેલા લોકોને લોકઅપમાં જવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

તંત્રની લાલ આંખ: પાન-બીડીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 65 લાખની કરચોરી ઝડપી

Bansari

મોહમ્મદ શમીની બેટિંગ જોઈ ઇરફાનને આશ્ચર્ય, ફેન્સે કહ્યુ ભારતીય ટીમના ઓપનર ટેન્શનમાં આવી જશે

Ankita Trada

ખેડૂતોને દરિયો ન ખેડવાની સલાહ: ઓખા-જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!