GSTV

પોલાર્ડે સાથી ખેલાડી બ્રાવોની મજાક ઉડાવી, ટાઇટલના મામલે હવે મારી પાછળ

Last Updated on November 12, 2020 by Mansi Patel

IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ હવે સમાપ્ત થઈ ગઈ છે. મંગળવારે રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. મુંબઈ માટે આ પાંચમું IPL ટાઇટલ હતું. આ સાથે મુંબઈનો કેઇરોન પોલાર્ડ પણ સૌથી વધારે ટાઇટલ જીતનારો ક્રિકેટર બની ગયો છે.

ફાઇનલ બાદ પોલાર્ડ સહિત તમામ ખેલાડી મજાકના મૂડમાં હતા. પોલાર્ડે આ પ્રસંગે પોતાની વેસ્ટ ઇન્ડિઝની ટીમના સાથી ખેલાડી ડ્વેઇન બ્રાવોની મજાક કરી હતી. તેણે જણાવ્યું હતું કે બ્રાવો, હવે તમે મારી પાછળ છો. બસ, કેમેરા સામે મારે આટલું જ કહેવું હતું.

પોલાર્ડ વિશ્વભરની ટીમ માટે રમેલો છે અને તે તમામમાં મળીને તેણે કુલ 15 ટી20 ટાઇટલ જીત્યા છે જેમાંના પાંચ ટાઇટલ મુંબઈ ઇન્ડિયન્સ માટેના છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે પોલાર્ડે 3000 રન કર્યા છે અને આ સિઝનમાં તેણે 191.42ના સ્ટ્રાઇક રેટથી 268 રન ફટકાર્યા હતા.

પોલાર્ડે જણાવ્યું હતું કે આ અદભૂત અનુભવ છે. પાંચમી ટ્રોફી. અમે 11 વર્ષથી અહીં છીએ. ટ્રોફીની સંખ્યા, પ્રતિભાની સંખ્યા. તમે કહી શકો છો કે મુંબઈ ઇન્ડિયન્સ સર્વશ્રેષ્ઠ ટી20 ટીમ છે.

READ ALSO

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!