મેચમાં પોલાર્ડે કરી આ હરકત, ચોંકી ગયા જસપ્રીત બુમરાહ

ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં વિન્ડીઝ સામે રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમે ફરી એક વખત વિન્ડીઝ ટીમને હરાવીને સીરીઝ પોતાના નામે કરી દીધી છે. કરારી હારથી વિન્ડીઝ ટીમ આ મેચ હારી હતી. કોઈ પણ કેરેબિયન બેટ્સમેન ભારતીય બોલરના આક્રમણ સામે ટકી શક્યા નહોતા. બીજી ટી-20માં સતત વિન્ડીઝની વિકેટ પડવા માંડી, જેના કારણે ટીમને શ્રેણી ગુમાવવાનો વારો આવ્યો. આ મેચમાં પોલાર્ડની હરકતથી વિન્ડીઝ ટીમની પ્રતિષ્ઠા શર્મસાર થઈ હોય તેવુ આ વીડિયો જોયા પછી લાગે છે.

ભારતીય ટીમનો પીછો કરવા ઉતરેલીવિન્ડીઝ ટીમની પ્રારંભિક શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. જેને કારણે ટીમે પોતાની વિકેટગુમાવી હતી. ત્યારબાદ વિશાળ સ્કોરને પૂર્ણ કરવાની જવાબદારી બેટ્સમેન કીરોન પોલાર્ડઅને ક્રેગ બ્રેથવેટ જેવા સીનિયર ખેલાડીઓ પર આવી. ખાસ કરીને વિન્ડીઝ ટીમ તરફથીપોલાર્ડ મુખ્ય હતાં.

મેચમાં પોલાર્ડે એવી હરકત કરી કે જેનાથી સ્ટેડિયમમાંબેઠેલા ક્રિકેટ પ્રેમીઓને ગુસ્સો આવ્યો હતો. મેચની 11મી ઓવર બુમરાહને આપી હતી.બુમરાહે જોરદાર બાઉન્સર નાખ્યો હતો. પોલાર્ડે બોલને ફટકારવાનો પ્રયત્ન કર્યો પરંતુબોલ હવામાં ઉછળ્યો અને જસપ્રીત બુમરાહે હવામાં ઉછળેલા બોલને પકડવાનો પ્રયત્ન કર્યોતો પોલાર્ડ બુમરાહ તરફ આવવા લાગ્યાં. પોલાર્ડની આ અજીબોગરીબ હરકતથી બુમરાહ તેનીસાથે અથડાતા બચ્યો.

પોલાર્ડની આ હરકતથી બુમરાહને આશ્ચર્ય થયું. તો મેચમાં કોમેન્ટ્રીકરી રહેલા વીવીએસ લક્ષ્મણ અને આકાશ ચોપડાને પણ પોલાર્ડની આ હરકત પસંદ આવી નહીં.લક્ષ્મણ મુજબ, તેઓ જાણીજોઈને બોલ અને બોલર તરફ આવ્યાં. તો આકાશ ચોપડાનું માનવુહતું કે જો બુમરાહ કેચ છોડી પણ દેતા તો પણ ફિલ્ડિંગમાં અડચણ પહોંચાડવાના નિયમ હેઠળપોલાર્ડને આઉટ જાહેર કરવામાં આવ્યા હોત.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter