GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં ભાજપનું ધોવાણ પણ આ રાજ્યોમાં NDAને મળ્યો બહુમત, મોદીને બનાવશે પીએમ

ઉત્તર પ્રદેશમાં ભાજપનું ધોવાણ પણ આ રાજ્યોમાં NDAને મળ્યો બહુમત, મોદીને બનાવશે પીએમ

લોકસભા ચૂંટણીનું રણમેદાન પુરૂ થયું છે. અંતિમ તબક્કામાં 59 બેઠકો પર થયેલા મતદાન સાથે જ 542 સીટોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુંછે. સરકાર બનાવવા માટે 272 સાંસદોની જરૂર રહે છે. ચૂંટણીનાં છેલ્લા તબક્કાનાં મતદાન પહેલા Poll of Pollsનાં માધ્યમથી ચૂંટણી પરિણામોનું અનુમાન લગાવી શકાય છે. NDTVનાં પોલ ઓફ પોલ્સ પ્રમાણે NDA 296+, કોંગ્રેસ 129 + તેમજ અન્ય 117 + સીટો મળવાની શક્યતા રહેલી છે. મહત્વનું છે કે આ વખતે પીએમ મોદી માત્ર વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક અને યુપીની અમેઠી સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ પોતાની જીતનાં દાવા કરી રહ્યા છે.

અમિત શાહે 300 કરતા વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો

ભાજપ પ્રમુખ અમિત શાહે 300 કરતા વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે આ વખતે ભાજપ 420 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બાકીની સીટો પોતાની સહયોગી પાર્ટીઓને આપી છે. BJP પ્રમુખે કહ્યું છે કે આ વખતે પણ એનડીએ સરકાર બનશે.જો કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

પોલ ઓફ પોલ્સ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપને 46 સીટો મળશે જ્યારે મહાગઠબંધનને 32 સીટો મળવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ (80 બેઠક) ભાજપ+અપના દલ
46 સીટ
સપા+બસપા+
32 સીટ
કોંગ્રેસ+JAP
02 સીટ
તેલંગાણા (17 બેઠક) ટીઆરએસ
12 સીટ
કોંગ્રેસ
02 સીટ
ભાજપ
01 સીટ
તમિલનાડુ (38 બેઠક) AIADMK+BJP+
11 સીટ
DMK + કોંગ્રેસ+
26 સીટ
અન્ય
01 સીટ

NDTVનાં પોલ પોલ્સનાં એક્ઝિટ પોલ મુજબ હરિયાણા,દિલ્હી અને રાજસ્થાનમાં ભાજપ સહેલાઇથી જીત મેળવશે તેવું તારણ નિકળ્યુ છે.

હરિયાણા (10 સીટ) ભાજપ
10 સીટ
આઇએનએલડી
0 સીટ
કોંગ્રેસ
0 સીટ
દિલ્હી (07 સીટ) ભાજપ
07 સીટ
આમ આદમી પાર્ટી
0 સીટ
કોંગ્રેસ
0 સીટ
રાજસ્થાન (25 સીટ) ભાજપ+RLP
22 સીટ
કોંગ્રેસ
03 સીટ
અન્ય
0 સીટ

પોલ ઓફ પોલ્સનાં શરૂઆતી અનુમાન પ્રમાણે,ટાઇમ્સ નાવ-વીએમઆરે ભાજપ 306+ બેઠકો,કોંગ્રેસને 142+ સીટો તેમજ અન્યને 94 સીટો મળવાનું અનુમાન છે. તેમજ રિપબ્લિક-સીવોટર્સનાં અંદાજ પ્રમાણે વાત કરીએ તો ભાજપને 287 બેઠકો, કોંગ્રેસને 128 અને અન્યોને 127 સીટો મળવાનો અંદાજ લગાવવામા આવ્યો છે.

છેલ્લા અને સાતમા તબક્કામાં 59 બેઠકો પર મતદાન થયું હતું . સાજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60.21 ટકા મતદાન થયુ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

કોણ છે એ CBI ઓફિસર જેણે ચિદમ્બરમને પકડવા વંડી ટપી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!