GSTV
Home » News » સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અખિલેશ, શિવપાલનું પદ છિનવાયું

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અખિલેશ, શિવપાલનું પદ છિનવાયું

સમાજવાદી પાર્ટી અને પરિવારમાં હવે અખિલેશ યાદવે માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. સમાજવાદી પાર્ટીમાં હવે મુલાયમયુગનો અસ્ત અને અખિલેશ યુગના પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ કાકા શિવપાલ યાદવ અને અમરસિંહની સામેનો ખુલ્લો અણગમો પણ વ્યક્ત કરીને તેમની પાર્ટીમાંથી બાદબાકીની ઘોષણા પણ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી શેહ અને મ્હાતની રાજકીય શતરંજના ખેલમાં અખિલેશ યાદવે જબરજસ્ત માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. રામગોપાલ યાદવ દ્વારા આયોજિત વિશેષ અધિવેશનમાં અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુલાયમસિંહ યાદવને સર્વોચ્ચ માર્ગદર્શન ઘોષિત કરવામાં આવ્યા છે. તેની સાથે જ સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યુગનો સૂત્રપાત થયો છે. તેની સાથે કાકા શિવપાલ યાદવને સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી દેવાયા છે. તો વળી, અમરસિંહ યાદવની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઈ છે.

શનિવારે અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની છ વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટીની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટીમાં વાપસી થઈ હતી. અખિલેશ યાદવે માસ્ટરસ્ટ્રોક ખેલતા પાર્ટીમાં વાપસીના બીજા દિવસે માસ્ટરસ્ટ્રોક ખેલીને પાર્ટીની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. માનવામાં આ છે કે મુલાયમસિંહ યાદવને આશા હતી કે સુલેહ બાદ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવ વિશેષ અધિવેશન રદ્દ કરશે. પરંતુ સુલેહ બાદ પણ અખિલેશ અને રામગોપાલ યાદવે પોતાનું વલણ યથાવત રાખ્યું અને આરપારની લડાઈમાં સમાજવાદી પાર્ટી પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ અધિવેશની મહત્વપૂર્ણ વાત એ હતી કે આખા અધિવેશનમાં માત્ર અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવના પોસ્ટરો જ લહેરાવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીમાં પરંપરાગત રીતે આમ થતું નથી. કારણ કે પાર્ટીના દરેક પોસ્ટરોમાં મુલાયમસિંહ યાદવની તસવીર અનિવાર્યપણે દેખાતી હોય છે. પરંતુ અખિલેશ અને ડિમ્પલ યાદવના પોસ્ટરોથી સંકેત પણ આપાયો છે કે સમાજવાદી પાર્ટીમાં હવે અખિલેશ યાદવનું વર્ચસ્વ રહેશે.

આ પહેલા શનિવારે સવારે અખિલેશ યાદવે બોલાવેલી બેઠકમાં પોતાની શક્તિ દર્શાવી હતી. મુલામયસિંહને જમીની હકીકતનો અહેસાસ થયા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મધ્યસ્થતામાં સુલેહનો માર્ગ કાઢવામાં આવ્યો હતો. પાર્ટીમાં વાપસી હબાદ શેહ-મ્હાતની રાજકીય શતરંજના ખેલમાં અખિલેશ યાદવે 2017ના નવા વર્ષના પહેલા વર્ષે ફરી બાજી મારીને વિરોધીને પછાડયા છે. મુલાયમસિંહ યાદવ બાદ અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીમાં સૌથી મોટા નેતા તરીકે સ્થાપિત થવાનું એલાન પણ કર્યું છે.

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!