GSTV

રાજકારણમાં પ્રાંતવાદનું ઝેર ઘોળાયું, ગુજરાતીઅોને આ રાજ્યમાંથી તગેડી મૂકવાની અાવી ધમકી

Last Updated on October 9, 2018 by Karan

ગુજરાતમાં રહેતા ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અને હિજરતના પ્રત્યાઘાત હવે રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. વારાણસીમાં યુપી-બિહાર એકતા મંચે ઉત્તરપ્રદેશમાંથી ગુજરાતીઓને ભગાડી મુકવા ચીમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં રોષે ભરાયેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગ છેડ્યો છે. યુપી-બિહાર એકતા મંચે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જંગ-એ-એલાન નામથી પોસ્ટરો લાગ્યા છે. તેમાં લખ્યું છે કે ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે…

હવે અા મામલે દેશમા રાજકારણ અાગળ વધ્યું છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રચાયેલું ષડયંત્ર હવે પ્રાંતવાદને અાગળ વધારી રહ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં અેક બિહારી યુવકને મનસેના નેતાઅોઅે પ્રેસ કોન્ફરન્સ કરી માર માર્યો હતો. હવે ઉત્તર પ્રદેશમાંથી ધમકી અાવી છે. અલ્પેશ ઠાકોરને પણ જેડીયુંઅે ધમકી અાપી છે. અા ઘટનામાં કોંગ્રેસ અને ભાજપ બંને રાજરમત રમી રહયાં છે. જેનું મુખ્યા કારણ અાગામી લોકસભાની ચૂંટણી છે પણ અા રાજકારણે પ્રાતવાદને ફરી જન્મ અાપ્યો છે. નેતાઅો ગુજરાતીઅો, મરાઠીઅો અને હિન્દી ભાષીઅોને લડાવવાના મૂડમાં હોય તેવી સ્થિતિ છે. અા બાબતે વારંવાર નિવેદનો અાવી રહ્યાં છે. અેક વાર સ્થિતિ બગડી તો સરકારને પણ ભારે પડશે.

અા ઘટનામાં જેની પર અારોપ છે. તે ઠાકોર સેના અા હુમલાઅોમાં નહીં હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે. અામ છતાં અલ્પેશ ઠાકોરના નામે દેશભરમાં માછલાં ધોવાઈ રહ્યાં છે. અામ છતાં નેતાઅો રોજ મીડિયામાં અાવીને નિવેદનો કરી રહ્યાં છે.

ઉત્તરભારતીયો પર હુમલાના વિરોધમાં બનારસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઉત્તરભારતીયો પર હુમલા થઈ રહ્યાં છે અને પીએમ મોદી ચુપ છે. 2014માં લોકસભામાં નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટાઈને દિલ્હીની ગાદીએ બેઠા છે. ત્યારે બનારસવાસીઓએ કહ્યું ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં ઉત્તર ભારતીયો કે બિહારીઓની હિજરત નહીં રોકાય અને હુમલા થશે તો ઉત્તરપ્રદેશમાંથી પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયોને તગેડી મુકીશું.

2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરભારતીયો જવાબ આપશે.  મહત્વનું છે કે 2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારણસીમાંથી જંગી મતોથી જીત્યા હતા. ઉત્તરપ્રદેશે સૌથી વધુ ભાજપના સાંસદો આપ્યા છે.  એટલું જ નહીં બાદમાં ઉત્તરપ્રદેશમાં પણ ભાજપની સરકાર બનાવી.. ત્યારે હવે બનાસરવાસીઓએ સીધો પીએમ મોદી સામે મોરચો માંડ્યો છે..

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!